Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક કોર્પોરેટરની મધ્યસ્થીથી મામલો થાળેઃ
જામનગર તા. ૧૩: જામનગરની ઈન્દિરા સોસાયટીમાં ગઈરાત્રે એક વીજ થાંભલા સાથે ટ્રક ટકરાઈ પડતા થાંભલો તૂટી પડ્યો હતો. તેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો અને જે મકાન પર થાંભલો પડ્યો તેને નુકસાન થયું હતું. મકાન માલિકે વળતરની માગણી કરી થાંભલો ઉભો કરવા સામે વાંધો લીધો હતો. જેમાં સ્થાનિક કોર્પોરેટરની મધ્યસ્થી પછી મામલો થાળે પડ્યો હતો.
જામનગરની ઈન્દિરા સોસાયટીમાં ગઈરાત્રે એક ટ્રક આવ્યો હતો. તેના ચાલકની બેદરકારીના કારણે ટ્રક નજીકમાં આવેલા વીજ થાંભલા સાથે ટકરાઈ પડતા થાંભલો ભાંગી ગયો હતો અને બાજુના મકાન પર ત્રાટક્યો હતો. જેના કારણે આ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ જવાની સાથે મકાનમાં નુકસાની થઈ હતી.
આ વેળાએ સમારકામ માટે વીજ કંપનીના કર્મચારીઓ પહોંચ્યા હતા અને થાંભલો ઉભો કરવાની તજવીજ કરાઈ હતી. જેના મકાનને નુકસાન થયું હતું તેના માલિકે નુકસાની બદલ વળતર ન મળે તો થાંભલો ઉભો ન કરવા દેવા માટે જીદ્દ પકડ્યા પછી નવાગામ ઘેડના નગરસેવકને તેની જાણ કરાઈ હતી. સ્થાનિક કોર્પોરેટરે દોડી આવી સમજાવટ આદરી હતી. સમગ્ર વિસ્તારમાં છવાયેલા અંધારપટને દૂર કરવા માટે સમજાવટ કરાતા આખરે મકાન માલિકે નમતું જોખ્યું હતું.
અંતે રાત્રે સાડા દસેક વાગ્યે સમાધાન થતાં વીજ કંપનીના સ્ટોરમાંથી જરૂરી સામાન કઢાવી સમારકામ હાથ ધરાયું હતું અને વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial