Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ દરોડામાં એક મહિલા સહિત નવ પકડાયાઃ
જામનગર તા. ૧૩: ભાણવડના વિજયપુર તેમજ કલ્યાણપુરના વીરપુર, લુસારી ગામ અને દ્વારકા, ખંભાળિયામાંથી પોલીસે પંદર શખ્સ અને એક મહિલાને જુગાર રમતા પકડી પાડ્યા છે. ચાર નાસી ગયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વિજયપુર ગામમાં ગઈરાત્રે ગંજીપાના વડે જુગાર રમતા મનોજ કાંતિલાલ કારેણા, અરજણ સવાભાઈ ગોહિલ, રસીક અરજણભાઈ કણેત, વિજય વસરામભાઈ કદાવલા, રવિ કેશુભાઈ સગર, સંજય વસરામભાઈ કદાવલા, લાલા ઉર્ફે રાહુલ નારણભાઈ પીપરોતર નામના સાત શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ. ૧૫૭૫૦ કબજે કરાયા છે.
દ્વારકા શહેરમાં નરસંગ ટેકરી વિસ્તારમાં ફૂલવાડી પાસે ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા અર્જુન રામભા માણેક, જમાલ જુસબ શેખ, સુનીબેન રાજેશ જગતીયા નામના ત્રણને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૧૧,૨૮૦ કબજે લીધા છે.
કલ્યાણપુરના વીરપુર લુસારી ગામમાં ગઈરાત્રે એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં રાજુ કરશનભાઈ ચાવડા નામના શખ્સના ખેતરમાં નાલ આપી જુગાર રમતા લખમણ કરશનભાઈ લાલવાણી, રાયાભાઈ ખેંગારભાઈ જાડેજા, ગોવિંદભાઈ દેવાણંદભાઈ કાંબરીયા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ. ૧૧૧૦૦ રોકડા, ચાર મોબાઈલ, બાઈક મળી કુલ રૂ. ૫૧૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
ખંભાળિયામાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા અનિલ વેલજીભાઈ ડોરૂ, અશ્વિન વેલજીભાઈ નામના બે શખ્સને પોલીસે પકડી લીધા હતા. જ્યારે પોલીસને જોઈને વિનોદ રાણાભાઈ, તરૂણ આલાભાઈ, ધીરૂ સોલંકી, ચના નારણભાઈ ડોરૂ નામના ચાર શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ. ૧૧૧૦૦ રોકડા અને મોબાઈલ કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial