Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરે-ઘરે ફરતી ટીમો અંગે હવે રોજેરોજની માહિતી અપાય છે? મનપા જાગી...!
જામનગર તા. ૧૩: રોગચાળા નિયંત્રણ માટે ગઈકાલે જામનગરમાં જામ્યુકો દ્વારા ડોર-ટુ-ડોર સર્વેમાં તાવના ૧૦૭ કેસ નોંધાયા હતાં.
જામનગરમાં કોલેરા સહિતના રોગચાળાના કારણે બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા સતત આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે. ઘરે-ઘરે થતા સર્વેક્ષણમાં ગઈકાલે તાવના ૧૦૭ કેસ નોંધાયા હતાં.
આરોગ્ય કેન્દ્રની મેડિકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવેલ છે. તેમાં પાંચ મેડિકલ ટીમ દ્વારા ગઈકાલે ર૮૪ ઘરોમાં ૧ર૯૮ની મુલાકાત કરવામાં આવી હતી અને ૪પ ઓઆરએસ પેકેટનું વિતરણ, ૧૭૪૦ કલોરીન ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે કુલ ૧૩ લાઈન લીકેજની મરામત કરવાની હતી. તો સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૩૩૭પ કિલો જંતુનાશક દવાના પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાના કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પત્તિની નિયંત્રિત કરી શકાય. તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમાં ગઈકાલ આરોગ્ય કેન્દ્રની ૩૭ સુપરવાઈઝર, ૧૯ર સર્વેલન્સ ટીમ દ્વારા પ૩૬૩૦ ની વસ્તી, અને ૧ર૬૪પ ઘર તથા ૭ર૦૬૧ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી.
આ દરમ્યાન ઉપરોકત ઘરોમાંથી સામાન્ય તાવના ૧૦૭ કેસ મળ્યા હતાં. જેમને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોકત ઘરોમાંથી રપ૪ ઘરોમાં રપ૯ પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતાં.
પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય તે માટે ૮૩૭૦ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવી હતી. તથા ર૭૩ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયું હતું. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ ર૭ જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial