Advertisement
Author: નોબત સમાચાર

ચેલા અને દરેડના ચોક્કસ સર્વે નંબરવાળી ખેતીની જમીનને ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાનું કૌભાંડઃ વિપક્ષી નેતાનો આક્ષેપ

જામનગર તાલુકામાં જમીનના ઝોન ફેરની કામગીરીમાં મોટાપાયે ગરબડ...

જામનગર તા. ૧૩: જામનગર તાલુકાના ચેલા તથા દરેડ ગામની ખેતીની જમીનોના ઔદ્યોગિક જમીનમાં ઝોનફેર કરવાની કામગીરીમાં મોટાપાયે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી કર્યો છે.

જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (જાડા) દ્વારા માહે-૦૭/ર૦ર૪ માં જાડાની સામાન્યસભા જાડાના અધ્યક્ષ, કમિશનર અને સભ્ય દ્વારા યોજાઈ હતી. જેમાં ફક્ત ચોક્કસ અને રાજકીય પીઠબળ ધરાવતા વ્યક્તિની ભલામણના આધારે અધિકારીઓ સાથે આર્થિક વહીવટ કરી રાજકીય રીતે પ્રેસર કરાવી ચોક્કસ સર્વે નંબર જ ખેતીઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવાનો આખો કારસો ઘડાયો છે.

આ જાડાની સામાન્ય સભામાં અન્ય કોઈ એજન્ડા લેવામાં આવેલ નહિં, ફક્ત ઝોનફેરનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ઝોનફેર માટે દરેડ અને ચેલાના બાવન ખેડૂતોએ ખેતીઝોનમાંથી ઈન્ડસ્ટ્રી ઝોનમાં ફેરવવાની અરજીઓ કરેલ હતી. જેમાંથી પ૦ અરજીઓ નામંજુર કરવામાં આવેલ અને તે પ૦ અરજીઓ ક્યા કારણથી નામંજુર કરેલ તેનું કોઈ કારણ દર્શાવવામાં આવેલ નથી. ફક્ત બે જ અરજીઓ મંજુર કરવામાં આવી છે અને તે બે અરજીઓ કે જે ગાંધીનગર સુધી રાજકીય રીતે લાગવગ ધરાવતા હોય, મોટા માથાઓ બિલ્ડરો સાથે ભાગીદાર હોય, અને અધિકારી સાથે સેટીંગ કરીને આજુબાજુના તમામ ખેડૂતોના સર્વે નંબરો મૂકીને ચોક્કસ સર્વે નંબર જ ખેતીઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવાનું જે ઠરાવ કરેલ છે તે ગેકાયદેસર અને ગેરબંધારણીય છે, કારણ કે ચેલાના સર્વે નંબર ૬૭૭, ૬૭૮ (નવા), ૬૧પ (જુના) તેમજ દરેડના નવા રેવન્યું સર્વે નંબર પ૧ થી પ૭, ૬૬ થી ૬૮, ૭૧ થી ૭પર૩ તથા ૧ર૦ વાળી જમીન ખેતીઝોનમાંથી રદ્ કરી ઔદ્યોગિક ઝોનમાં મૂકેલ અને આ જે બે અરજીઓ મંજુર કરેલ તે બે અરજદારોની આખી જમીન આશરે ૧૬૦ વીઘા જેવી હોય અને જેનો દસ્તાવેજ પણ તાજેતરમાં જ થયેલ હોય, જેની કાચી નોંધ થયેલ હોય, હજી પ્રમાણિત પણ થયેલ ન હોય અને ૧૬૦ વીઘા જેવી જમીન ફક્ત એક જ વ્યક્તિને ફાયદો કરાવવા પૂર્વ આયોજિત કૌભાંડનો ઠરાવ થયેલ છે. જે સર્વે નંબરવાળી જમીન ખેતીઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં લીધેલ તેમાં અમુક-અમુકના કટકા ઉપાડવામાં આવેલ છે. અન્ય બીજી આજુબાજુ જમીનો જે પણ ખેતીઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવી શકે તેમ હોય, છતાં પણ અલગ-અલગ જગ્યાએથી મનફાવે તેમ સરકારના નીતિ-નિયમો, માર્ગદર્શક, સૂચનો અને પરિપત્રોનું સરેઆમ ઉલ્લંઘન કરી બિલ્ડર લોબીને ફાયદો કરાવેલ છે. જેમાં સત્તાધારી પાર્ટીથી માંડીને અધિકારીઓ પણ સંડોવાયેલા છે.

સમગ્ર પ્રકરણમાં આ જે સર્વે નંબર ખેતીઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં કરેલ તેના તાજેતરમાં જ દસ્તાવેજ થયેલ અને ત્યારપછી બોર્ડ એજન્ડામાં આજ સર્વે નંબરો લેવાયેલા અને પ૦ અરજીઓ નામંજુર કરીને અને અન્ય ખેડૂતો જેની પણ જમીનો આજુબાજુમાં અને વચ્ચે હોવા છતાં તેની જમીનો ઝોનફેરમાં લેવામાં આવેલ નહિં. ફક્ત ચોક્કસ સર્વે નંબર લઈ બિલ્ડર અને સત્તાધારી પાર્ટીના ઉચ્ચલેવલના રાજકારણીને ફાયદો કરાવવા જે ઠરાવ થયેલ છે ે ગેરકાયદેસર છે જેથી આ ઠરાવ તાત્કાલિક ધોરણે રદ્ કરવા માંગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh