Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે ઝેર પીવાની ધમકી આપી!
જામનગર તા. ૧૩: દ્વારકા-સોમનાથ હાઈવે પર બિનખેતી કરાવાયેલી એક જમીન અંગે હાઈકોર્ટમાં રીટ કરવાની ચીમકી આપી એક શખ્સે તે જમીનના એક માલિકને મળવા માટે બોલાવ્યા પછી અન્ય બે શખ્સનો પરિચય કરાવી ડરાવ્યા હતા અને એક શખ્સે રૂ. પ લાખની ખંડણી માંગી દવા પી લેવાની ધમકી આપી જેલમાં ધકેલી દેવા ધમકાવતા અને રૂ. ૨૦ હજાર એક શખ્સે પડાવી લેતા ફરિયાદ કરાઈ છે.
દ્વારકા તાલુકાના બરડીયા ગામના હીરાભા સાજણભા માણેક તથા તેમના અન્ય ભાઈ, બહેનોની સંયુક્ત માલિકીની જમીન વાંચ્છુ ગામમાં આવેલી છે. દ્વારકા-સોમનાથ હાઈવે પર આવેલી આ જમીન બિનખેતી કરાવવામાં આવી છે.
તે દરમિયાન આ જમીન પ્રમોલગેશન વખતે ખોટી રીતે બેસાડી હોવાનું જણાવી હાઈકોર્ટમાં હીરાભા વગેરે સામે રીટ કરવા માટે વાંચ્છુ ગામના ધીરાભા હરીયાભા માણેકે તજવીજ કરી હતી અને નોટીસ પાઠવી હતી.
ત્યારપછી રીટ ન કરવા માટે વાતચીત કરવા ગઈ તા.૬ જુલાઈના દિને હીરાભાને કહેણ મોકલાવાયું હતું. તેથી બરડીયા ઓવરબ્રિજ પાસે હીરાભા મળવા ગયા હતા. જ્યાં ધીરાભાએ જોડિયા તાલુકાના ખીરી ગામના દેવરાજ હેમરાજ મકવાણા તથા તુષાર હાથલીયા નામના શખ્સો સાથે મળી વાતચીત કર્યા પછી માથાભારે હોવાની વાત કરી હીરાભાને ડરાવ્યા હતા અને તે પછી તુષાર હાથલીયા સાથે ફોનમાં વાત કરાવી હતી.
તે વાતમાં તુષારે રૂ. પ લાખની ખંડણી માગી તે રકમ ન મળે તો પોતે ઝેર પી લેશે અને હીરાભાને ખોટા કેસમાં ફસાવી જેલમાં ધકેલાવી દેશે તેવી વાત કરી હતી તેથી ગભરાઈ ગયેલા હીરાભા પાસેથી ધીરાભાએ રૂ. ૨૦ હજાર પડાવી લીધા હતા. આ બાબતની દ્વારકા પોલીસ મથકમાં હીરાભાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ધીરાભા, દેવરાજ, તુષાર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial