Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નહેરૂએ ૧૭, ઈન્દિરા ગાંધીએ ૧૬, મનમોહનસિંહે ૧૦ વખત ફરકાવ્યો હતો
નવી દિલ્હી તા. ૧૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર સતત ૧૧ મી વખત તિરંગો ફરકાવશે, અને ડો. મનમોહનસિંહને પાછળ છોડી દેશે, જેમણે સતત ૧૦ વખત તિરંગો લહેરાવ્યો હતો, લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ વડાપ્રધાન નેહરૂના નામે છે, તે સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પર ૧૬ વખત ધ્વજ ફરકાવ્યો હતો. નહેરૂએ ૧૯૪૭ થી ૧૯૬ર સુધી સતત ૧૭ વખત ધ્વજ ફરકાવ્યો હતો.
સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ૧૧મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આમ કરીને પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાછળ છોડી દેશે, જેમણે સતત ૧૦ વખત તિરંગો લહેરાવ્યો હતો.
જો કે, આ મામલે તેઓ પંડિત જવાહર લાલ નહેરૂની પાછળ રહેશે, જેમણે લાલ કિલ્લા પર સતત ૧૭ વખત ધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ વડાપ્રધાન નહેરૂના નામે છે. આ પછી સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પર ૧૬ વખત ધ્વજ ફરકાવ્યો હતો. નહેરૂએ ૧૯૪૭ થી ૧૯૬૩ સુધી સતત ધ્વજ ફરકાવ્યો. ઈન્દિરા ગાંધીએ ૧૯૬૬ થી ૧૯૭૬ અને ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી સતત પાંચ વખત લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું આમ કુલ ૧૬ વખત.
પૂર્વ પીએમ મનમોહન સિંહે ર૦૦૪ થી ર૦૧૩ સુધી સતત દસ વખત ધ્વજ ફરકાવ્યો હતો. આ વખતે લાલ કિલ્લા સંકુલમાં યોજાનાર સ્વતંત્રતા દિવસ પર ૧૧ કેટેગરીના ૧૮ હજાર મહેમાનો આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ વાત એ છે કે આ ૪ હજાર ખાસ મહેમાનોમાંથી મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગના હશે. જાતિ પરના રાજકીય મહાભારત વચ્ચે પીએમ મોદીએ આ ચાર વર્ગોને દેશની ચાર જાતિઓમાં સામેલ કર્યા હતાં.
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial