Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડની મામલતદાર કચેરીના પટાંગણમાં મંત્રી- મહાનુભાવોના હસ્તે ૨૦૦ વૃક્ષોનું સામૂહિક વાવેતર

'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત

ખંભાળીયા તા. ૧૩: એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભાણવડ મામલતદાર કચેરીના પટાંગણમાં વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા તથા અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓએ મળીને ર૦૦ જેટલા વૃક્ષોનું એક સાથે વાવેતર કર્યું હતું.

વધતી જતી વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના નિરાકરણ માટે નાગરિકો વૃક્ષારોપણ કરે અને વૃક્ષ જતનની નૈતિક જવાબદારી સ્વીકારે તે ખૂબ જરૂરી છે. પ્રકૃતિની રક્ષા અર્થે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મામલતદાર કચેરી ભાણવડમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓએ મળીને ર૦૦ જેટલા વૃક્ષોનું એક સાથે વાવેતર કર્યું હતું.

આ તકે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે પ્રાકૃતિનું રક્ષણ કરવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. પરંતુ માત્ર વૃક્ષનું વાવેતર જ નહીં પરંતુ તેનું જતન કરવું પણ ખૂબ જ આવશ્યક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરાવ્યું અને દરેક નાગરિકોને પોતાના માતાને સમર્પિત એક વૃક્ષ વાવવા આહવાન કર્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, માત્ર વન વિભાગ જ નહીં પરંતુ જો દરેક નાગરિક જોડાઈને વૃક્ષનું વાવેતર કરે અને તેનું જતન કરે તો આવશ્ય આપણે હરિયાળું ગુજરાત બનાવી શકશું. દ્વારકાથી સોમનાથ કોસ્ટલ હાઈવેની બન્ને બાજુ વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુકત ઉપક્રમે આશરે ૪૦,૦૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

વધુમાં મંત્રી એક પેડ મા કે નામ અભિયાન હેઠળ આપણા ઘરે, ગામમાં, ખેતરના શેઢે, જાહેર સ્થળોમાં વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે મામલતદાર અશ્વિન ચાવડા, ઈન્ચાર્જ ચીફ ઓફિસર રાહુલ કરમુર, અગ્રણી ગોવિંદભાઈ કનારા, કરણાભાઈ, જીતુભાઈ જોશી, હમીરભાઈ કનારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh