Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરીબી અને ભૂખને ધર્મ કે નાતજાત નથી હોતી-વૈકલ્પિક જગ્યા ફાળવો
જામનગર તા. ૧૩: જામનગરમાં બર્ધનચોકથી માંડવી ટાવર સુધી પથારાવાળાને દૂર ખસેડાતા ધંધાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.
જામનગરમાં બર્ધનચોકથી માંડવી ટાવર સુધી માર્ગ પર વર્ષોથી બેસતા પથારાને દૂર કરવામાં આવતા ગરીબોની રોજી-રોટી છીનવાઈ છે. તેમને ત્યાં બેસવા દેવા અને વેપાર કરવાની પરવાનગી આપવાની માંગ સાથે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ધંધાર્થીઓને સાથે રાખી મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયાું હતું.
સ્થાનિક કોર્પોરેટરોએ કરેલી વિગતવાર રજૂઆત મુજબ છેલ્લા એકાદ મહિનાથી સતત જામનગર મહાનગર પાલિકા દ્વારા બર્ધનચોકથી માંડવી ટાવર વિસ્તારના પથારાઓ સંપૂર્ણપણે બંધ કરાવેલ છે. આ પથારાઓ બંધ થઈ જવાથી આશરે ર૦૦૦ જેટલા નાના વર્ગના માણસોની રોજી-રોટી છીનવાતી હોય, ગરીબી અને ભૂખને કોઈ ધર્મ કે નાતજાત હોતો નથી. હકીકતમાં ધર્મ અને રાજકારણનો ભોગ શહેરની ગરીબ જનતા બને છે. આ પથારાઓ બંધ કરાવવામાં ખૂલ્લુ પક્ષપાતી વલણ રાખવામાં આવતું હોય તેવું સ્પષ્ટ જાહેર થાય છે. અગાઉ પણ બર્ધનચોકથી માંડવી ટાવર સુધી પથારાઓવાળા દ્વારા સાઈડ માર્કિંગ કરી ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવતા હતાં. રોજનું રોજ કમાઈ ત્યારે તેના ઘરનો ચુલ્લો બળે તે માટે ગરીબ માણસો વેપાર-ધંધો કરે છે.
રજૂઆત દરમિયાન જનાક્રોશનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે, માત્ર નો-હોકિંગ ઝોન અને લેભાગુ તત્ત્વોના ઈશારે કોઈને બેરોજગાર કરવાનું બંધ કરો. આવી મહામોંઘવારીમાં ગરીબ માણસો ક્યાં રોજગાર મેળવવા જાય? રાજાશાહી વખતથી પથારાવાળા તેમનું ગુજરાન ચલાવે છે. અહીં સસ્તા ભાવમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મળતી હોય, જામનગર શહેરના જ નહિં, પરંતુ જામનગર જિલ્લાના તમામ વર્ગના લોકો ખરીદી કરવા માટે આવે છે. વેપારીઓ દ્વારા જ્યાં પથારાવાળાઓને બંધ કરાવવાની રજૂઆતો કરવામાં આવે છે, જ્યાં વેપારીઓની માત્ર પ૦ ફૂટની દુકાન હોય અને ર૦૦ ફૂટ રોડ ઉપર સામાન રાખી દબાણ કરે છે તેનું શું?
હકીકતે ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે કે નો-હોકિંગ ઝોનના નિયમમાં પથારાવાળાઓને સૌ પ્રથમ વૈકલ્પિક જગ્યા ફાળવવી જોઈએ, તે પછી ત્યાંથી ખસેડવા જોઈએ. અમુક લેભાગુ તત્ત્વો પોતાના રાજકીય રોટલા સેકવા ખાતર અને માત્ર ચોક્કસ વ્યક્તિઓને ફાયદો કરાવવાના હેતુથી બર્ધનચોકથી માંડવી ટાવર સુધીના પથારાઓ બંધ કરાવેલ છે, તે વ્યાજબી બાબત નથી. માટે બર્ધનચોકથી માંડવી ટાવર સુધી સાઈડ માર્કિંગ કરી પથારાવાળાઓને પુનઃ રોજીરોટી મેળવતા કરવા જોઈએ તેવી રજૂઆત અને માંગણી સાથે કોર્પોરેટર વકીલ જેનબબેન આઈ. ખફી તથા કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા અસ્લમ કરીમભાઈ ખીલજીએ પથારાવાળાઓને સાથે રાખીને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial