Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સુપ્રસિદ્ધ ડેન્ટીસ્ટ ડો. મેહુલ ખાખરિયાની ગૌરવવંતી સિદ્ધિ
જામનગર તા. ૧૮: જામનગરના સુપ્રસિદ્ધ અને અતિઆધુનિક ડેન્ટલ ક્લિનિક ધરાવતા ડો. મેહુલ ખાખરિયાને એક વધુ ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને ભારતના ડેન્ટીસ્ટ્રીમાંથી એક અલગ જ કેટેગરીમાં ટોપ-૧૦ મા સ્થાન મળવાનું સન્માન પ્રાપ્ત થયું છે.
રશિયાના પ્રવાસે ગયેલા ડો. મેહુલ ખાખરિયાએ 'નોબત' સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ કક્ષાની ડેન્ટલ ટ્રીટમેન્ટ, અતિઆધુનિક ટેકનોલોજી અને સાધનો સાથે ભારતમાં ડેન્ટીસ્ટ્રીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની દિશામાં જામનગરમાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર-સુવિધાઓ ઉપલબધ કરાવી છે.
એટલું જ નહીં, સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ સતત દેન્ટીસ્ટ્રી અંગે દર્દીઓ અને લોકોને સતત જાણકારી અને માર્ગદર્શન આપતા રહ્યા છે. દર્દી કન્સલ્ટેશનની એક અલગ જ પદ્ધતિ, દર્દીમાં આત્મવિશ્વાસ જાગે તેવી સારવાર, સતત સંશોધન, આધુનિક ટેકનોલોજી સાથે સાધનોનો ઉપયોગ કરી ડો. મેહુલ ખાખરિયા મોર્ડન ડેન્ટીસ્ટ્રી સાથે સતત પ્રગતિ કરી રહ્યા છે અને શ્રેષ્ઠ સારવાર માટે પ્રયત્નશીલ રહ્યા છે અને સફળતા પણ મેળવી રહ્યા છે.
આ અનોખી સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે ડોક્ટર બનવાના એક નાના સ્થાનથી લઈ શરૂ કરેલી સફર આજે ભારતના ટોપ-૧૦ ડેન્ટીસ્ટ જેવા સન્માન સુધી પહોંચી છે. આ સફરમાં અનેક પડકારો આવ્યા હતાં. વર્ષોની મહેનત, પરિવારના ત્યાગ, મેન્ટર્સના માર્ગદર્શન તથા દર્દીઓના વિશ્વાસના કારણે જ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. માધવ ડેન્ટલ ક્લિનિક શરૂ કરવામાં તેમના જીવનસાથી ડો. સ્વાતી ખાખરિયાએ પણ સખત મહેનત કરી છે. કોઈ દર્દી પીડા લઈને આવે અને સારવાર પછી ચહેરા પર આત્મવિશ્વાસ સાથેનું સ્મીત લઈને જાય તે જ મોટી સફળતા છે.
ટોપ-૧૦ મા મળેલા સ્થાનનું સન્માન સમગ્ર સફરના એક પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યું છે, જો કે તેમણે ખૂબ જ નિખાલસભાવે જણાવ્યું કે હજી તો ઘણું શીખવાનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial