Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંઢેરા તથા ખાયડી ગામમાંથી ચૌદ પત્તાપ્રેમી ઝબ્બેઃ
જામનગર તા. ૧૮: જામનગરના રણજીતસાગર રોડ પર મારૂતી પાર્કમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા ચૌદ મહિલા પકડાયા છે. જ્યારે કાલાવડના ખંઢેરા, લાલપુરના ખાયડી ગામમાંથી ચૌદ પત્તાપ્રેમીને પકડી પાડવામાં આવ્યા છે. ત્રણેય સ્થળેથી કુલ રૂ।.૮૭,૩૧૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલનગર પાસે મારૂતી પાર્કમાં ગઈરાત્રે કેટલાક વ્યક્તિઓ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સ્ટાફે શેરી નં.૧માં દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી સુમનબેન સન્નીભાઈ મકવાણા, સંગીતાબેન ભરતભાઈ કબીરા, ચંપાબેન કાનજીભાઈ વાઘેલા, ધનીબેન રાજેશભાઈ કબીરા, પાર્વતીબેન શામજીભાઈ ચૌહાણ, ગીતાબેન રતીલાલ ચૌહાણ, મીતલબેન મનિષભાઈ કબીરા, પ્રીતિબેન સન્નીભાઈ વાણીયા, વિજયાબેન હેમરાજભાઈ ખાણીયા, મંજુબેન પોપટભાઈ પુરબીયા, પૂજાબેન સચિનભાઈ પરમાર, મીનાબેન ભાવેશભાઈ બારીયા, હંસાબેન માધાભાઈ નારોલા, સોનલબેન ભીખુભાઈ વાઘેલા નામના ચૌદ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી ગંજીપાના તથા રૂ।.૬૮૬૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં દેવીપુજકવાસમાં ગઈરાત્રે પોલીસે પાડેલા દરોડામાં અનિલ ભીમાભાઈ પરમાર, અરવિંદ ભીમાભાઈ પરમાર, દિનેશ વીભાભાઈ પરમાર, હમીર ચનાભાઈ સોલંકી, મેરૂભાઈ કાનાભાઈ વાઘેલા, ભરત મેપાભાઈ વાઘેલા, કરશન દેવાભાઈ વાઘેલા નામના આઠ શખ્સ તીનપત્તી રમતા પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૪૭૩૦ રોકડા કબજે કરાયા છે.
લાલપુરના ખાયડી ગામમાં સુરીપટ સીમ વિસ્તારમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા રાજશીભાઈ નાથાભાઈ ગોજીયા, અરવિંદ નગાભાઈ કરમુર, જસાભાઈ ધાનાભાઈ ગોજીયા, મહેશભાઈ ભીખાભાઈ બોદર, કારૂભાઈ અરજણભાઈ ડાંગર, કરશનભાઈ માલદેભાઈ ઓડેદરા નામના છ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૪,૩૮૦ કબજે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial