Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ લોહાણા જ્ઞાતિના દત્તાણી કુટુંબના કુળદેવીનો પર૮ મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયામાં લોહાણા દત્તાણી કુટુંબના કુળદેવી રૂડી, લાખી તથા રૂપામાંનો પર૮ મો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

પ્રાગટ્યોત્સવના આગલા દિવસે રૂડી લાખી માતાજીના મંદિરે ગાયત્રી ગરબા મંડળનો માતાજીના રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દત્તાણી પરિવારો જોડાયા હતાં.

બીજા દિવસે રૂડી લાખી તથા રૂપામાંના મંદિરે હવનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બપોરે એક વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું. હવન તથા બીડું હોમવાના સમયે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટ્યા હતાં. ત્યારપછી સમૂહ પ્રસાદીની વ્યવસ્થા જુની લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવી હતી. બહારગામથી આવતા જ્ઞાતિજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાઈ હતી. જ્ઞાતિના અગ્રણી દત્તાણી કુટુંબના ચિરાગ નવીનભાઈ દત્તાણી તથા દિપકભાઈ ડી. દત્તાણી વ્યવસ્થામાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh