Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતીયામાં ખેડૂતને હૃદયરોગનો હુમલો ભરખી ગયોઃ
જામનગર તા. ૧૮: કાલાવડના સતીયા ગામમાં રહેતા એક ખેડૂતને ગઈકાલે હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનંુ મૃત્યુ નિપજ્યંુ છે. જ્યારે કાનાલુસ ગામની સીમમાં લેબર કોલોની પાસે એક ઓરડામાં પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે.
કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રહેતા મશરૂભાઈ ધુસાભાઈ ગોલતર (ઉ.વ.પ૮) નામના પ્રૌઢ ગઈકાલે પોતાના ખેતરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
બેભાન બની ગયેલા મશરૂભાઈને કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની નાગજીભાઈ વેરશીભાઈ ગોલતરે પોલીસને જાણ કરી છે.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં લેબર કોલોની-૮માં વસવાટ કરતા મૂળ બિહારના લક્કીસરાય જિલ્લાના સંગ્રામપુર ગામના વતની રીતીકભાઈ સુભાષભાઈ મંડલ (ઉ.વ.ર૧) નામના યુવાને ગઈકાલે સવારે લેબર કોલોની નજીક ટ્રાન્ઝીટ કેમ્પ પાસે એક ઓરડામાં જઈ ત્યાં આવેલા લોખંડના એંગલમાં કપડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની રાજકુમાર ઈન્દર પાંડેએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial