Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય મઝદૂર સંઘ-દ્વારકા જિલ્લા દ્વારા શ્રમિકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત

મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેક્ટરને આવેદનપત્ર

                                                                                                                                                                                                      

રાવલ તા. ૧૮: ભારતીય મઝદૂર સંઘ - દ્વારકા જિલ્લા દ્વારા આંગણવાડી-આશાવર્કર્સ, શ્રમિકોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યુ છે.

ભારતીય મઝદૂર સંઘ-દ્વારકા જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને શ્રમિકો તથા આશા તથા આશા ફેસીલેટરના પ્રશ્નો અંગે કલેક્ટરને  સુપ્રત કરેલા આવેદનપત્રમાં આશા અને આશા ફેસિલેટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોય તો આરોગ્ય વિભાગમાં કાયમી કરવા, આશા તથા આશા ફેસીલેટર બહેનોને લઘુત્તમ વેતન આપવા તેમજ ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરી કરાવવામાં આવે છે તેના ઈન્સેટીવની રકમ નિયત સમયે થવી જોઈએ જેમ કે બહેનોને પીએમએમવીવાય તથા આભા કાર્ડની કામગીરી કરેલ છે તો તેની ચૂકવણી આજદિન સુધી થયેલ નથી, તે અંગે યોગ્ય આદેશો કરવા, આશા બહેનોને ઓનલાઈન કામગીરી કરવા માટે તાત્કાલિક ધોરણે પ-જી સ્માર્ટફોન આપવા, આશા તથા આશા ફેસીલેટર બહેનોના કોડ ડ્રેસ બે વર્ષથી મળ્યા નથી તો તે આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

તે ઉપરાંત આંણવાડી બહેનોને લઘુત્તમ વેતન આપવા, આંગણવાડી બહેનોને દર વર્ષે ૧૦ ટકા નો પગાર વધારો આપવા, સિનિયોરીટી મુજબ આંગણવાડી બહેનોને પ્રમોશન આપવા તેમજ વર્કર અને હેલ્પરની ખાલી જગ્યા સત્વરે ભરવા, આંગણવાડીની કામગીરી સિવાય અન્ય કામગીરી બહેનો પાસે ન કરાવવા, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ નિવૃત્તિની ઉમંર પ૮ ની જગ્યાએ ૬પ વર્ષ કરવાની માંગણી કરાઈ છે.

તે ઉપરાંત બાંધકામ શ્રમિકોને પુત્ર કે પુત્રીના લગ્ન પ્રસંગે રૂપિયા ર૦,૦૦૦ ની સહાય, ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ દરેક બાંધકામ શ્રમિકને રૂપિયા ર૦૦૦/- માસિક પેન્શન બાંધકામ શ્રમિકોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન તથા ઓફલાઈન બન્ને રીતે કરવા, બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી, બાંધકામના નામે વસુલ થતી સેસની રકમ સરકારના બદલે બાંધકામ બોર્ડના ખાતામાં જમા કરવા, ગુજરાતમાં બાંધકામ બોર્ડમાં ઘણાં લાંબા સમયથી માત્ર સરકારી અધિકારીઓ જ આ બોર્ડ ચલાવી રહેલ છે. તેમાં શ્રમિકોના પ્રતિનિધિઓની પણ સત્વરે નિમણૂક થવી જોઈએ, તેવી રજૂઆતો થઈ છે.

આ ઉપરાંત મધ્યાન ભોજન યોજનામાં કામ કરતા સંચાલકોને "શાળા પોષણ સહાયક" તરીકે જાહેર કરી લઘુત્તમી વેતન સહિતના લાભો આપવા, આ યોજના અંતર્ગત હવે ચાર પોષણ યોજનાઓ અમલમાં છે ત્યારે લઘુત્તમ વેતન મુજબ રૂપિયા ૩૦,૦૦૦ માસિક આપવા, આ યોજના ભોજન સાથે સંકળાયેલી હોવાથી અગ્નિ સાથેની જોખમી કામગીરીના સંદર્ભે જૂથ વીમા યોજના તથા દુર્ઘટના સંબંધિત અઘટીત ઘટનામાં પિડીત પરિવારને મુખ્યમંત્રી સહાય યોજનામાંથી રૂ।. ૪,૦૦,૦૦૦/- સહાય આપવા, માનદ સેવકો હોવાને કારણે સેવા નિવૃત્તિ ૬ર વર્ષ બાદ તબીબી પ્રમાણપત્રના આધારે માંડ સેવા ચાલુ રાખવા, આ યોજના રસોયા સહિતના કર્મીઓને સામાજિક સુરક્ષાનું કવચ ઉપલબ્ધ કરાવવા અને પ્રત્યેક શાળાના કીચન/રસોઈ શેડ માટે હાઈજેનિક કીટ ઉપલબ્ધ કરાવવા માંગણી કરાઈ છે.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા ધર્મેન્દ્રભાઈ સુમાણીયા (પ્રમુખ), હિતેષભાઈ ગઢવી (મંત્રી), મનોજકુમાર બુદ્ધભટ્ટી (મંત્રી) વિગેરે કર્મચારીઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh