Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧૦,૯૦૦ રોકડા મુદ્દામાલમાં કબજે થયાઃ
જામનગર તા. ૧૮: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માંથી ગઈરાત્રે ચાર શખ્સને પોલીસે ચલણી નોટના નંબર પર એકીબેકી રમતા ઝડપી લીધા છે. આ શખ્સો પાસેથી રૂ।.૧૦૯૦૦ કબજે કરાયા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં પાનની એક દુકાન પાસે ગઈકાલે રાત્રે કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી પરથી દિગ્વિજય પ્લોટચોકીના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી વિનોદ દામજીભાઈ મંગે, નિશાંત શિવજીભાઈ માવાણી, પ્રેમ કિશોરભાઈ ભદ્રા, શૈલેષ ઉર્ફે ભીખો જયંતિભાઈ મંગે નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા હતા. પોલીસે રૂ।.૧૦૯૦૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial