Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શનઃ
ખંભાળિયા તા. ૧૮ ખંભાળિયાના ઘી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યા પછી બંધ થઈ જવાના મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો-ગ્રામજનોએ એકત્ર થઈ સૌની યોજનાનું બેસણું કરી સરકાર સામે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. એકવીસમી ઓગસ્ટના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જિલ્લામાં માત્ર ૬ ટકા જ વરસાદ પડ્યો હોય, તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે લડત શરૂ કરવામાં આવશે. દ્વારકા જિલ્લાના તમામ ડેમો સૌની યોજનામાં ભરવા માંગણી થઈ છે. ર૦૧૯ માં દ્વારકા જિલ્લાના તમામ ડેમો સૌની યોજનામાં ભરવાના હતાં પણ ર૦ર૬ સુધી ક્યારેય ભરાયા જ નથી. તમામ ડેમો ભરવા, જિલ્લામાં ઘાસચારાનું વિતરણ શરૂ કરવા, જિલ્લામાં પાંજરાપોળ ચાલુ કરવા, ખેડૂતોનું ચાલુ વર્ષનું પાકધિરાણ માફ કરવા તથા ખેડૂતોના ફીક્સ વીજબીલ માફ કરવાની માંગો પણ કરવામાં આવી છે. નહીં તો ઉગ્ર આંદોલન શરૂ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial