Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના જસાપરની સીમમાં પવનચક્કીની સાઈટ પરથી ચોરાયેલા કેબલ સાથે ચાર ઝબ્બે

રૂ।.૧૬,૫૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામજોધપુર નજીકના જસાપરની સીમમાં પવનચક્કીમાંથી ત્રણ સપ્તાહ પૂર્વે રૂ।.૧૦ લાખથી વધુના કોપર કેબલની ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ ત્રણ શખ્સ તથા ભંગારનો વાડો ચલાવતા એક શખ્સને દબોચી લીધા છે. ત્રણ શખ્સે પોતાના અન્ય ૬ સાગરિતની મદદથી ઉપરોક્ત ચોરીને અંજામ આપ્યાનું કબૂલ્યું છે. કુલ રૂ।.૧૬૫૪૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામજોધપુર તાલુકાના જસાપર ગામમાં આવેલી એક પવનચક્કીના સ્ટોર રૂમમાંથી ગઈ તા.ર૪ની રાત્રિના સમયે ૩૭૪ મીટર કોપર કેબલ ચોરાઈ ગયો હતો. સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર યુવરાજસિંહ જાડેજાએ રૂ।.૧૦૮૪૬૦૦ની કિંમતના કેબલની ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

આ કેસની તપાસમાં એલસીબીએ ઝુકાવ્યા પછી સ્ટાફના અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહ, ભરત ડાંગર, કિશોર પરમાર, ઘનશ્યામ ડેરવાડીયાને મળેલી બાતમીના આધારે જામનગરના બેડ ગામના જસરાજ ઘેલાભાઈ માતંગ ઉર્ફે જગદીશ, સિક્કાના સન્ની પ્રેમજીભાઈ પરમાર, લતીપરના બાલા અમરશી વાઘેલા તથા ભંગારનો ડેલો ચલાવતા વિપુલ રમેશ રાઠોડની અટકાયત કરાઈ હતી.

આ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તેઓએ સિક્કા નજીકના રહેવાસી ધીરૂ મનજી સોલંકી, સંજય જયંતિભાઈ દેવીપુજક, અજય સોલંકી, પ્રવીણ ગોવિંદ વાઘેલા, કિશોર બચુ સોલંકી, સુનિલ કિશોર સોલંકી સાથે મળી ઉપરોક્ત વાયરની ચોરીની કબૂલાત આપી છે. આ શખ્સોએ વાયર ચોર્યા પછી જામનગરના મહાકાળી સર્કલ નજીક જય માતાજી સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં વિપુલ રાઠોડને ચોરાઉ વાયર આપી દીધાનું ખૂલ્યું છે. એલસીબીએ ડેલામાંથી ચોરાઉ વાયર ઉપરાંત તણી, ચાર મોબાઈલ, એક રિક્ષા અને મોટર મળી કુલ રૂ।.૧૬૫૪૭૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh