Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લાલપુર બાયપાસ નજીકની કેનાલમાં કેમિકલ્સવાળા પાણીનો પ્રવાહ!

પ્રિ-મોન્સુનનો લાખોનો ખર્ચ પાણીમાં?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮ રણમલ તળાવમાં પાણી ઠાલવાની લાલપુર બાયપાસ-દરેડવાળી કેનાલમાં ગંદા-કેમિકલયુક્ત પાણી નજરે ચડી રહ્યા છે, જ્યારે લાખોના ખર્ચે થયેલ પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલો ઊઠવા પામ્યા છે.

જામનગરના તળાવમાં ગઈકાલે લગભગ એક ડઝન જેટલા માછલા-કાચબાના મૃત્યુ થયા હતાં. જેનું કારણ જાણવા પાણીના નમૂના લેવાયા છે અને તપાસ કરવામાં આવી રહી છે. હવે તેની તપાસમાં શું પગલા લેવાય છે એ તો આવનારા સમયમાં જ જાણવા મળશે.

રણમલ તળાવમાં પાણી ઠાલવતી દરેડ-લાલપુર બાયપાસ નજીકની ઓપન કેનાલ ગંદા, કેમિકલ્સયુક્ત કાળા પાણીથી ખદબદતી જોવા મળી રહી છે.

જ્યારે તાજેતરમાં જ લાખો રૂપિયાનું આંધણ કરી પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી હતી જે પૂર્ણ પણ જાહેર થઈ ચૂકી છે, ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે આ પ્રિ-મોન્સુન કામગીરી કેવી થઈ હશે?

જો આ કેનાલમાં હૈયાત પાણી રણમલ તળાવમાં પહોંચાડવામાં આવશે તો ભૂગર્ભ જળના પાણીની ગુણવત્તા બગડશે.

લાખો રૂપિયાના ખર્ચની પ્રિ-મોન્સુન કામગીરી પછી આવી દશા છે, તો કમિશનરના ધ્યાનમાં નથી? શા માટે તેઓ કડક પગલાં લેતા નથી? તેવા વેધક સવાલો પણ ઊઠવા પામ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh