Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ટીબી મુકત ભારત અભિયાન' અંતર્ગત
જામનગર તા. ૧૮: દેશભરમાંથી ટીબી જેવા ઘાતક રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત લાલપુર તાલુકાની સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તેમજ લાલપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારમાં કોલેજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો, તેના ફેલાવાના કારણો, નિદાન અને અદ્યતન સારવાર પદ્ધતિઓ વિશે વિગતવાર તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા પી.પી.એમ ચિરાગ પરમાર અને લાલપુર તાલુકાના ટીબી સુપરવાઈઝર પરેશભાઈ ભારાઈએ વિદ્યાર્થીઓને જનજાગૃતિના વાહક બનવા અપીલ કરી હતી. દર વર્ષે ૨૪ માર્ચે ઉજવાતા 'વિશ્વ ક્ષય રોગ દિવસ'ના મહત્વને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીના 'સમગ્ર સરકાર અને સમગ્ર સમાજ'ના અભિગમને આગળ ધપાવવા જનભાગીદારીને અનિવાર્ય ગણાવી હતી.
સાથે જ સરકાર દ્વારા ટીબીના દર્દીઓના સારા પોષણ માટે અપાતી નાણાકીય સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ની-ક્ષય પોષણ યોજના હેઠળ હવે આ સહાય દર મહિને રૂ.૫૦૦થી વધારીને રૂ.૧,૦૦૦ કરવામાં આવી છે, જે સીધી દર્દીના બેંક ખાતામાં જમા થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, જો કોઈ દર્દી પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ ટીબીની દવા લેતો હોય, તો તેને પણ આ રૂ.૧,૦૦૦ની સહાય મળવાપાત્ર છે; પરંતુ તે માટે સરકારી પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે.
આ સેમિનારને સફળ બનાવવામાં સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. કમલેશ ડી. શાહ, એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર અને આસિસ્ટન્ટ પ્રોફેસર મુસ્તુફા પઠાણ તેમજ કોલેજના અન્ય પ્રોફેસરોએ જહેમત ઉઠાવી સહકાર આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial