Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૮: આઝાદીના પર્વ નિમિત્તે ગ્રામ કક્ષાએ 'તિરંગા યાત્રા' કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે 'હર ઘર તિરંગા યાત્રા'નું અત્યંત ઉત્સાહપૂર્વક અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં સમગ્ર ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. *ભારત માતા કી જય* અને *વંદે માતરમ*ના ગગનભેદી નારાઓ સાથે નીકળેલી આ યાત્રામાં પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન દેશની આઝાદી માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર સેનાના નિવૃત્ત જવાનો તથા શહીદોના પરિવારજનોનું વિશિષ્ટ સન્માન કરી ભાવપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ, ગામના બાળકો અને યુવાનો દ્વારા 'હર ઘર તિરંગા' થીમ પર આધારિત આઝાદીના વીર શહીદો અને દેશભક્તોની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. આ વેશભૂષા અને સાંસ્કૃતિક ઉત્સાહે ગ્રામજનો અને ઉપસ્થિત સૌ નાગરિકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ સુદૃઢ બનાવી હતી.
આ પ્રસંગે ડો.વિનુભાઈ ભંડેરી, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, એપીએમસીના ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સદસ્યશ્રીઓ સહિત સ્થાનિક અગ્રણીઓ, યુવાનો તેમજ બહોળી સંખ્યામાં ઉત્સાહી ગ્રામજનો હાજર રહૃાા હતા. આ ભવ્ય તિરંગા યાત્રાએ મોટી ખાવડી ગામમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે જ એક નવી રાષ્ટ્રીય ચેતના અને એકતાનો સંચાર કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial