Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે દરોડામાં સાત બોટલ સાથે બેની અટકઃ
જામનગર તા. ૧૮: જામનગરના મિગ કોલોની વિસ્તાર પાસેથી ગઈકાલે પોલીસે એક મહિલાને ઈંગ્લીશ દારૂની આઠ બોટલ સાથે પકડી પાડ્યા છે. દરેડમાંથી એક બોટલ સાથે એક ઝડપાયો છે. નાઘેડી નજીકથી છ બોટલ સાથે એકની અટક કરાઈ છે અને ધ્રોલમાંથી બે શખ્સ ત્રણ ચપલા સાથે મળી આવ્યા છે.
જામનગરના રણમલ તળાવની પાળથી મિગ કોલોની રોડ પર ગઈકાલે સાંજે પસાર થતાં રણજીતનગર નજીકના હુડકોમાં રહેતા બિજલબેન મિલનભાઈ દોઢીયા નામના મહિલાને રોકાવી પોલીસે ચેક કરતા તેમની પાસેથી ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૮૭૦૦ની કિંમતનો દારૂ કબજે કરી બિજલબેનની અટકાયત કરી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર નાઘેડી ગામ પાસે ગૌશાળા નજીકથી ગઈકાલે રાત્રે અવધનગરીમાં રહેતો સુખદેવસિંહ કનુભા સોલંકી નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગર નજીકના દરેડમાં હરી પાર્ક તરફ જવાના રસ્તા પરથી ગઈરાત્રે અવધનગરીવાળા જમન કુરજીભાઈ કણઝારીયાની પોલીસે એક બોટલ દારૂ સાથે અટક કરી છે.
ધ્રોલ શહેરમાં એક શાળાની દીવાલ પાસેથી લલીત દોલતરામ વરીયાણી ઉર્ફે લખન તથા મહેબુબ સલીમ લાડક નામના બે શખ્સને પોલીસે ત્રણ ચપલા સાથે પકડી લીધા છે. આ શખ્સો પાસેથી બે મોબાઈલ અને સ્કૂટર કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial