Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૪૮૭મા સ્થાપના દિનની આવતીકાલે કરાશે ઉજવણી

મહાનગરપાલિકાનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના ૪૮૭મા સ્થાપના દિવસની મહાનગર પાલિકા દ્વારા શ્રાવણ સુદ સાતમ અને તા. ૧૯--૨૬ના ઉજવણી કરવામાં આવશે. સવારે ૯ વાગ્યે દરબારગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોર્સમાં ખાંભી પૂજન તેમજ ૯:૩૦ કલાકે પ્રતિમાને ફૂલહાર વિધિ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટે. કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, સાંસ્કૃતિક સમિતિના ચેર પર્સન હર્ષાબા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ સાથે જ પુષ્પાંજલિ સ્વરૂપે ઓપન જામનગર પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે ટાઉનહોલમાં યોજાશે. જેમાં ક્વિઝ માસ્ટર તરીકે આનંદ દવે અને ધીરેનકુમાર મોનાણી સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh