Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્પોરેટરે રાત્રે દોડી જઈ જહેમત ઉઠાવી...!
જામનગર તા. ૧૮: જામનગરના વોર્ડ નં. ૧ માં ગઈકાલે રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે સ્થાનિક કોર્પોરેટર દ્વારા વીજ કચેરીમાં ફરિયાદ કરી અને સતત જાતે હાજરી આપી મધ્યરાત્રિ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો. શહેરના વોર્ડ નં. ૧ ના બેડી તથા બેડેશ્વર વિસ્તારના કેટલાક વિસ્તારોમાં ગત્ રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મોટા ફોલ્ટના કારણે વારંવાર વીજળી ટ્રીપ થતી હોવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ અંગે પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવતા તેમની ટીમ આવી પહોંચી હતી અને ફોલ્ટ શોધી તેને દૂર કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીની ટીમ સાથે સ્થાનિક કોર્પોરેટર વકીલ ઈસ્માઈલ માણેક સતત સ્થળ પર રહી જરૂરી કામગીરી કરાવવામાં આવી હતી અને વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.
પટેલ કોલોની તથા બેડેશ્વર વિભાગની વીજ ટીમ દ્વારા રાત્રિના સમયે પણ સતત જહેમત ઉઠાવી ફોલ્ટ શોધી તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. અંતે આશરે મધ્ય રાત્રિના ૩.૩૦ વાગ્યે વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. વીજ કંપનીના અધિકારીઓ તથા સમગ્ર કર્મચારી ટીમની કામગીરી ખરેખર બિરદાવવા યોગ્ય છે. તેમ વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર વકીલ ઈસ્માઈલ માણેક જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial