Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાયદા બજારમાં બોલ્યો કડાકોઃ
મુંબઈ તા. ૧૮: વાયદા બજાર પર સોના-ચાંદીના ભાવમાં ૧% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સોનું રૂ।. ૧,પપ,૦૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ।. ર,૩પ,૬૯૪ પ્રતિ કિલોના ભાવે પહોંચી છે. વૈશ્વિક રાજકીય-આર્થિક અનિશ્ચિતતાઓ, ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વ્યાજદરમાં વધારાનો ભય અને પ્રોફિટ બુકિંગને કારણે પણ આ કડાકો જોવા મળ્યો છે, જેનાથી રોકાણકારો ચિંતિત છે.
આજે પ્રારંભિક કારોબારમાં વાયદા બજાર પર સોનાના અને ચાંદીના ભાવમાં શરૂઆતી કારોબાર દરમિયાન ૧ ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા આ કડાકાને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોની ચિંતા વધી છે.
સોનાનો અગાઉનો બંધ ભાવ (રૂ।. ૧,પપ૪૯૪૦ પ્રતિ ૧૦ ગ્રામ હતો જે આજે કડાકા સાથે રૂ।. ૧,પપ,૩પ૧ ના મથાળે ઓપન થયો હતો. કારોબાર દરમિયાન સોનામાં રૂ।. ૮પ૦ (-૦.પપ ટકા) નો ઘટાડો નોંધાતા ભાવ રૂ।. ૧,પપ,૦૯૦ ની સપાટીએ પહોંચી ગયા હતાં.
ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ।. ર,૩૮,૦૪૮ પ્રતિ કિલો હતો, જે આજે ઘટીને રૂ।. ર,૩પ,૭૧૭ પર ઓપન થઈ હતી. કારોબાર દરમિયાન ચાંદીમાં રૂ।. ર,૩પ૪ (-૦.૯૯ ટકા) નો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ભાવ રૂ।. ર,૩પ,૬૯૪ સુધી નીચે આવી ગયા હતાં.
સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ વૈશ્વિક સ્તરે વધતી જતી રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ જવાબદાર છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુએસ-ઈરાન વાટાઘાટો અટકી પડવાને કારણે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૯૧ ડોલરની પાર પહોંચી ગયું છે. ક્રૂડ તેલના ભાવ વધવાથી વૈશ્વિક સ્તરે ફૂગાવો લાંબા સમય સુધી ઊંચો રહેવાની શક્યતા વધી ગઈ છે.
મોંઘવારીને ડામવા માટે યુએસ ફેડરલ રિઝર્વ અને વિશ્વની અન્ય મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદરમાં ફરી વધારો કરવામાં આવી શકે છે, તેવી આશંકા ઊભી થઈ છે.
સામાનય રીતે સોનું મોંઘવારી સામે રક્ષણ આપે છે, પરંતુ ઊંચા વ્યાજદરના વાતાવરણમાં નોન-ચીલ્ડીંગ એસેટ હોવાથી સોનામાં વળતર ઘટે છે, જેના કારણે રોકાણકારોએ બજારમાંથી નફો વસૂલવાનું શરૂ કર્યું છે, જેથી ભાવમાં કડાકો બોલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial