Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં સૌ પ્રથમ વખત મલ્લ કુસ્તી મેળો યોજાયો

વિજેતાઓને ઈનામ વિતરણ કરાયુ

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૮: ભાણવડ તાલુકાના આંબરડી (ગજાભી) ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સ્વ. હરદાસભાઈ બેરા ચેરીટેબલ ટ્રસ્ટ અને ક્રીડા ભારતી, દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમે સૌ પ્રથમ વખત મલ્લ કુસ્તી મેળો યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લાના એસ.પી. જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી, મામલતદાર વિક્રમભાઈ વરૂ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ મલ્લકુસ્તી નિહાળવા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.

ત્રણ વિભાગમાં યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી, રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતાં.

આ પ્રસંગે ન.પા. પ્રમુખ પ્રિયેશ અનડકટ, પુરૂષાર્થ સ્કૂલના ભરતભાઈ કરમુર, એડવોકેટ વિજયસિંહ વાળા, વિક્રમસિંહ વાળા, હર્ષદભાઈ બેરા, સંદીપભાઈ બેરા, કોટેશ્વર મંદિરના મહંત, વિવિધ ગામના સરપંચ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહ્યા હતાં.

આ કુસ્તી મેળાની સફળતાને ધ્યાને લઈને દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કુસ્તી મેળો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh