Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા
ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ ઓખામાં સ્થાનિક મહિલાઓ સાથે ઘરેલું હિંસા અધિનિયમ-ર૦૦પ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં કાનૂની સેવા સત્તા મંડળ સાથે સંકળાયેલા વકીલ આર.એન. ઠાકર દ્વારા અધિનિયમની વિવિધ જોગવાઈઓ તથા કલમો વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ઘરેલું હિંસાના બનાવો. ઉદાહરણો, તેનાથી પોતાનું રક્ષણ, હિંસાનો ભોગ બને તો લેવાના પગલા વિગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી. જાદવ દ્વારા આ અધિનિયમનો દુરઉપયોગ ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી. વધુમાં ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન વિગેરે મહિલાઓ માટેની સેવાઓની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપીને કાયદાકીય રક્ષણને લગતા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમમાં ટી.સી.એસ.આર.ડી.ના કિરણબેન કવા અને ટીમ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોના કર્મચારીઓ અને સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial