Advertisement
Author: નોબત સમાચાર

મકરસંક્રાંતિના મંગલ પર્વે મહેશ્વરી મેઘવાર સમાજનો ઢીંચડામાં યોજાશે સમૂહ લગ્નોત્સવ

આધારો તથા ફોર્મ્સ-ફોટા ૭/૧૨ અને ૧૪/૧૨ના પહોંચાડવા અનુરોધ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજમાં છેલ્લા ૨૨ વર્ષથી મહેશ્વરી મેઘવાર સમૂહ લગ્ન સમિતિ, જામનગર દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આરોગ્યને લગતા કેમ્પ, રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ જ્ઞાતિજનો તથા દાતાઓએ આપેલ તન, મન, ધનથી સહકાર થકી સતત ૨૨ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે પણ સમિતિ દ્વારા ૨૩મો સમૂહ લગ્નોત્સવ (કન્યા વણંઝ) બુધવાર (મકરસંક્રાંતિ) તા. ૧૪-૧-૨૬ના સમાજવાડી, ઢીંચડા, જામનગરમાં આયોજન કરેલ છે. આ સમૂહ લગ્ન માં ભાગ લેવા ઈચ્છતા વર-કન્યાઓના વાલીઓએ ફોર્મ મેળવી વર-કન્યાના જન્મ તારીખના આધાર માટે અસલ જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા છોડયાનું પ્રમાણપત્ર (દાખલો), રાશનકાર્ડ, આધારકાર્ડની ફોટો કોપી તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે મોડામાં મોડુ તા. ૭-૧૨-૨૫ તથા ૧૪-૧૨-૨૫ ના સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીમાં ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, સાત રસ્તા પાસે, જામનગર માં પરત આપવાના રહેશે.

આ સમૂહ લગ્ન અંંગેની અન્ય વિશેષ વિગત, માહિતી તથા ફોર્મ મેળવવા માટે સુરેશભાઈ કે. માતંગ, જયંત વારસાખિયા (એડવોકેટ-નોટરી), દીપુભાઈ પારીયા (માજી કોર્પો.), માધવભાઈ ડગરા, વિરજીભાઈ ડી. રોશીયા, લાખાભાઈ એમ. ફફલ, કિશનભાઈ નંઝાર, રાજેશ બી. જાદવ, વિજય કે. નંઝાર, બિપિનભાઈ ધુલિયા, કેશુભાઈ જે. પરમાર, વશરામભાઈ પીંગળસુર નો સંપર્ક કરવા જયંત વારસાખિયા તથા દિપુભાઈ પારીયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh