Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગ્રીન ગાર્ડનીંગ કરી વૃક્ષો ઉછેરનાર કર્મીઓનું વિશેષ બહુમાન કરતા અશોકકુમાર યાદવ
ખંભાળિયા તા. ૧૮: તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સેરીમોનિયમ પરેડના ઈન્સ્પેકશનમાં ખાસ આવેલા રાજકોટ રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ દ્વારા દ્વારકા જિલ્લાના કુલ બાવીસ વ્યકિતઓ પોલીસ કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થા કાર્યકરનું સન્માન પત્ર આપીને સન્માન કરાયું હતું.
ઈ-ગુજકોપમાં પોલીસ સ્ટેશનોમાં ખૂબ જ સુંદર કામગીરી કરનાર મીતલબેન ભરતભાઈ ચાવડા, વિકમશીભાઈ કાનાભાઈ ગોજીયા તથા નીતીષકુમાર લખમણભાઈ સોરઠીયાનું સન્માન થયું હતું.
ફરજ નિવૃત્ત થતાં બે પોલીસ કર્મીઓ કરણસિંહ અગરસિંહ જાડેજા તથા પ્રવીણકુમાર ટાંચકાણીનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરાયું હતું.
પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તથા અન્ય સ્થળે ગ્રીન ગાર્ડનીંગ તથા વૃક્ષારોપણ અને ઉછેરમાં ખૂબ જ સુંદર કામગીરી કરનાર પોલીસ કર્મીઓ લાલજીભાઈ પરસોત્તમભાઈ જોશી, દેવરાભાઈ ભોજાભાઈ પંડત, ખીમાભાઈ જેઠાભાઈ ચાવડાનું વિશેષ સન્માન કરાયું હતું. ગણતરીની કલાકોમાં મોટી ચોરીના બનાવો મુદ્દામાલ સાથે ડીટેકશન કરનારા કલ્યાણપુરના નારણભાઈ આલાભાઈ દેથરીયા તથા નીલેશભાઈ સુકાભાઈ ગોજીયા, દ્વારકાના થારીયાભાઈ કેશુભાઈ સુમણીયા તથા જેસાભાઈ મશરીભાઈ આંબલીયા તથા ખંભાળિયાના હેમતભાઈ નથુભાઈ નંદાણીયા, દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતભાઈ જમોડ, વિરેન્દ્રસિંહ નટુભાઈ જાડેજા, યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, અરજણભાઈ રામદેભાઈ આંબલીયાને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. આઈ.જી. અશોકકુમાર પટેલ સાથે જિ.પોલીસ વડા જયરાજસિંહ વાળા પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial