Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીએફઆરડીએના નિયમો સુધરતા
નવી દિલ્હી તા. ૧૮: પેન્શન નિયમનકારી સંસ્થાએ નિયમોમાં સુધારો કરીને નેશનલ પેન્શન સિસ્ટમના બિન-સરકારી સબસ્ક્રાઈબર્સને એક્ઝિટ સમયે અથવા પેન્શન એકાઉન્ટ બંધ કરતી વખતે કુલ જમા ભંડોળના ૮૦ ટકા સુધીની રકમ ઉપાડવાની મંજુરી આપી છે. અગાઉ ઉપાડની આ મર્યાદા ૬૦ ટકા હતી. ઉપાડની આ મર્યાદામાં વધારો કરવાથી સબસ્ક્રાઈબરને તેમની જરૂરિયાતો અનુસાર જમા ભંડોળનો ઉપયોગ કરવા માટે વધુ સ્વતંત્રતા મળશે.
અગાઉ પેન્શન એકાઉન્ટ બંધ કરવાના સમયે મહત્તમ ૬૦ ટકા રકમ જ ઉપાડી શકાતી હતી. આ બાકીની ૪૦ ટકા રકમમાંથી માસિક પેન્શન મળતું હતું. હવે ૮૦ ટકા ઉપાડ કરી શકશે અને ર૦ ટકા રકમમાંથી પેન્શન મળશે. ૧ર ડિસેમ્બર ર૦રપ ના નિયમોમાં કરેલા સુધારા મુજબ હવે એનપીએસ ખાતાઓને ગીરવે મૂકીને દ્વારા નિર્ધારિત મર્યાદામાં બેંકો કે નાણા સંસ્થાઓ પાસેથી લોન પણ લઈ શકાશે. આંશિક ઉપાડની સંખ્યા પણ અગાઉની ત્રણથી વધારીને ચાર કરી છે, જો કે દરેક ઉપાડ વચ્ચે ચાર વર્ષનો સમયગાળો રહેવો જોઈએ. ૬૦ વર્ષની નિવૃત્તિ વય પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષના સમયગાળા સાથે ત્રણ વખત આંશિક ઉપાડની મંજુરી પણ અપાઈ છે.
સરકારી કર્મચારીઓના કિસ્સામાં એક્ઝિટની ઉંમર ૭પ થી વધારીને ૮પ વર્ષ કરાઈ છે. સબ્સ્ક્રાઈબર્સ ૮પ વર્ષના થાય ત્યાં સુધી અથવા એક્ઝિટ થવાના વિકલ્પનો ઉપયોગ ન કરે ત્યાં સુધી રોકાણ ચાલુ રાખી શકે છે. સરકારી કર્મચારીઓ પણ એક્ઝિટ સમયે ૬૦ ટકા રકમ ઉપાડી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial