Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટી.બી. વિભાગ અને સી-૧૯ હેલ્થ કેમ્પના ઉપક્રમે
ધ્રોળ તા. ૧૮: ધ્રોળના નથુવડલામાં ટીબી વિભાગ અને સી-૧૯ હેલ્થ કેમ્પનું આયોજન થયું છે, જેમાં ૧૪૦ જોખમી લોકોના એક્સ-રે કરાયા હતાં.
જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ધ્રોળ તાલુકાના પી.એચ.સી. લતીપુર હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર, નથુવડલામાં ટીબી (ક્ષય) વિભાગ અને સી-૧૯ હેલ્થ કેમ્પના સંયુક્ત ઉપક્રમે એક મહત્ત્વપૂર્ણ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નૂર પ્રસાદ મેડમ, જિલ્લાક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એચ.એન. ફોઝે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ધ્રોળ તાલુકાના ટીબી સુપરવાઈઝર રક્ષિતભાઈ વાછાણી જિલ્લા મથકેથી આવેલા પી.પી.એમ. ચિરાગભાઈ પરમાર, સી-૧૯ એક્સ-રે ટીમમાંથી આશીષ ઓડેદરા અને હર્ષભાઈ, તથા પી.એચ.સી. લતીપુરના તમામ એમ.પી.એસ., એમ.પી.ડબલ્યુ., સી.એચ.ઓ. અને આશા બહેનોએ સક્રિય યોગદાન આપ્યુ હતંુ.
કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જોખમી વસ્તીમાં ટીબીનું વહેલું નિદાન કરવાનો હતો. આ અંતર્ગત, એવા ૧૪૦ લોકોની તપાસ કરવામાં આવી હતી જેઓ અગાઉ ટીબીનો ઇતિહાસ ધરાવતા હોય (છેલ્લા ૫ વર્ષમાં), ઘરમાં ટીબીના દર્દીના સંસર્ગમાં આવ્યા હોય (છેલ્લાં ૩ વર્ષમાં), ૬૦ વર્ષથી વધુ વયના હોય, ઓછો બી.એમ.આઈ. ધરાવતા હોય, ધુમ્રપાન કરતા હોય કે ડાયાબિટીસથી પીડિત હોય.
આ ૧૪૦ લોકોના વજન, ઊંચાઈ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ, ટીબીના સ્ક્રીનિંગ માટે તેમની છાતીના એક્સ-રે પણ પાડવામાં આવ્યા હતા. એક્સ-રે અને અન્ય તપાસના આધારે, ૨૨ શંકાસ્પદ વ્યક્તિઓના સ્પુટમ (ગળફા) સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
આ કેમ્પ થકી નથુવડલા અને આસપાસના વિસ્તારમાં ટીબીના કેસો વહેલા શોધી શકાશે અને તેમને તાત્કાલિક સારવાર આપીને રોગનો ફેલાવો અટકાવવામાં મદદ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial