Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નશીલા પદાર્થોનો વ્યાપ અટકાવવા કદમ ઊઠાવાયું
જામનગર તા. ૧૮: નશીલા પદાર્થનું સેવન કરવામાં ઉપયોગમાં લેવાતા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી સામગ્રીનો સંગ્રહ, હેરફેર, વેંચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સગીરો તથા યુવાનો દ્વારા ચરસ, ગાંજો જેવા નશીલા પદાર્થોના સેવનને સરળ બનાવવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન તથા પરફેક્ટ રોલ જેવી સામગ્રીનો વ્યાપક ઉપયોગ થાય છે. આ સામગ્રી સામાન્ય રીતે તમાકુના સેવન માટે ઉપયોગમાં લેવાતી હોય છે, પરંતુ હાલ તેનો ઉપયોગ નશીલા પદાર્થના સેવન કરવા માટે થઈ રહ્યો છે.
આ પ્રકારની સામગ્રીના ઉત્પાદન દરમિયાન ટાઈટેનિયમ ઓક્સાઈડ પોટેશિયમ નાઈટ્રેટ, કુત્રિમ રંગો, કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્લોરટેન બ્લીચ જેવા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક ઝેરી પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી પણ તંત્રને મળી છે.
આ સામગ્રી પાન-મસાલાની તથા અન્ય રીટેલર આઉટલેટી તેમજ ઓન લાઈન, ઈ-કોમર્સ પ્લેટફોર્મમાંથી સહેલાઈથી મળી રહે છે. પરિણામે આવી પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે.
આ હકીકતને ધ્યાને લઈને જામનગર જિલ્લામાં આવી સામગ્રી ઉપર તાત્કાલિક અને વ્યાપક નિયંત્રણ લાદવા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક (જામનગર) દ્વારા તા. ૧૬-૧ર-ર૦રપ ના દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બ્રીજેશ એ. કાલરિયાએ જામનગર જિલ્લાની હદમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન તથા પરફેક્ટ રોલના સંગ્રહ, પરિવહન, (ઓનલાઈન-ઓફલાઈન સહિતના માધ્યમો) પર તા. ૧૬-૧ર-ર૦રપ થી તા. ૧૩-ર-ર૦ર૬ સુધી પ્રતિબંધ ફરમાવતો આદેશ કર્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી અને ફોજદારી ફરિયાદ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial