Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓ, વેપારીવર્ગ, શિક્ષકોને થતી હાલાકી નિવારવા
જામનગર તા. ૧૮: પાઠ્ય પુસ્તકો એક વર્ષ પછી બદલાશે અથવા તેનું એક્સપાયરી વર્ષ જાહેર કરવું જોઈએ તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી છે.
જામનગરના સુનિલ ઝાલાએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, ધો. ૧ થી ૧ર ના અભ્યાસક્રમમાં કોઈ વિષયનું પાઠ્ય પુસ્તક એકાએક બદલી નાખવામાં આવે ત્યારે વેપારી માટે તે પુસ્તકો પસ્તી થઈ જાય છે, એટલે વેપારી નવા વર્ષમાં વધારે પુસ્તકો ખરીદતા અચકાય છે. પરિણામે વિદ્યાર્થી અથવા તેના વાલીઓને ર૦ થી ૩૦ રૂપિયાનું પુસ્તક ખરીદવા માટે ૧૦ થી ૧પ બુકસેલરની દુકાને ભટકવું પડે છે.
કોઈ પુસ્તકમાં માત્ર બે-ચાર પાઠ બદલાવાથી આખુ પુસ્તક નવું લેવું પડે છે. જ્યારે સરકાર જરૂરિયાત મુજબના પુસ્તકો પહોંચાડતી નથી.
પુસ્તકમાં બે-ચાર પાઠ બદલાયા હોય તો તેની પુરવણી તરીકે મળી રહે તો વેપારીઓ પુસ્તકોનો સ્ટોક કરશે અને પુરવણીનું પણ વેંચાણ કરશે. જોડણી કોશમાં ગુજરાતી ભાષામાં ભળી ગયેલા અંગ્રેજી શબ્દોની પુરવણી પુસ્તક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અથવા પુસ્તકનું સમાપન વર્ષ એક્સપાયરી ડેઈટ લખવામાં આવે તો દસ વર્ષ કે તેથી વધારે વર્ષ આ પુસ્તક અભ્યાસક્રમમાં ચાલશે. તેવી હૈયાધારણા રહે તો વેપારી વધારે પુસ્તકો સ્ટોક રાખી શકશે. જેનાથી વાલીઓને રઝળપાટમાંથી મુક્તી મળી રહેશે. તો શિક્ષકો પણ આગોતરી તૈયારી કરી શકે.
(નવું પુસ્તક એક વર્ષ પહેલા બહાર પાડી દેવું જોઈએ) દર વર્ષે બે-ત્રણ પુસ્તક સરકાર ઓછા મોકલાવે છે. જેથી વેપારી પુસ્તકોનો પુરો સેટ વેંચવાનું કહી વાલીને મજબુર કરે છે.
આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial