Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં વીમા ક્ષેત્રે એફડીઆઈની મર્યાદા ૭૪ થી વધારી ૧૦૦ ટકા કરાઈઃ નાણામંત્રી

સંસદના બન્ને ગૃહોમાંથી ખરડો મંજૂર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: ભારતમાં વીમા ક્ષેત્રે ૧૦૦ ટકા (સોટકા) એફડીઆઈની મંજૂરી આપતો ખરડો સંસદના બન્ને ગૃહોમાં પાસ થઈ ગયો છે.

સરકાર સામાન્ય માણસ સુધી વીમા કવરેજ વિસ્તારવા માટે સતત કામ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે સંસદે બુધવારે સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદા સુધારો) બિલ-ર૦રપ ને મંજૂરી આપી આ બિલ પસાર થયા પછી વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ મર્યાદા ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આનાથી દેશમાં નવી વીમા કંપનીઓ, બ્રોકર્સ અને સહાયક સેવાઓ આવશે. આના ફાયદા એ થશે કે વીમા ક્ષેત્રનો વ્યાપ વધશે અને રોજગારની તકો ઉભી થશે. લોકસભાએ મંગળવારે આ બિલને મંજૂરી આપી. રાજ્યસભાએ બુધવારે તેને મંજૂરી આપી.

૧૦૦% એફડીઆઈની મંજૂરીથી સામાન્ય માણસને સસ્તું અને સારૃં વીમા કવરેજ મેળવવાનું સરળ બનશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહને ખાતરી આપી હતી કે, આ પગલું વીમા ક્ષેત્રને મજબૂત બનાવશે અને ર૦૪૭ સુધીમાં બધા માટે વીમાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ બિલ વીમા અધિનિયમ ૧૯૩૮, એલઆઈસી અધિનિયમ ૧૯પ૬ અને આઈઆરડીએએલ અધિનિયમ ૧૯૯૯ જેવા જુના કાયદાઓમાં સુધારો  કરે છે.

કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે, પોલિસી ધારકોનો લાભ સર્વોપરી છે. આઈઆરડીએઆઈ એ દરેક વીમા કંપનીને દોઢ ગણો સોલ્વન્સી રેશિયો જાળવવા માટે જરૂરી નિયમો સ્થાપિત કર્યા છે. આનો અર્થ એ છે કે, વીમા કંપનીની સંપત્તિ તેની જવાબદારીઓ કરતા દોઢ ગણી વધુ હોવી જોઈએ. સરકાર એલઆઈસીને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. સીતારમણે એમ પણ કહ્યું કે એલઆઈસી પર લોકોનો વિશ્વાસ અકબંધ રહે છે.

નાણાકીય વર્ષ-ર૦ર૪-રપ માં એલઆઈસીની એયુએમ ૬.૪પ% વધીને રૂ. પ૪.પર લાખ કરોડ થઈ. સોલ્વન્સી માર્જિન ૧.૯૮ થી સુધરીને ર.૧૧ થયું. નવા વ્યવસાય (વીએનબી) નું ચોખ્ખું મૂલ્યે ગયા વર્ષે રૂ. ૯,પ૮૩ કરોડથી વધીને રૂ. ૧૦,૦૧૧ કરોડ થયું. વિપક્ષે દાવો કર્યો હતો કે, આનાથી નોકરીની તકોમાં ઘટાડો થશે. પરંતુ નાણામંત્રીએ આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્ર ખોલવાથી નવી વીમા કંપનીઓ, મધ્યસ્થી અને સહાયક સેવાઓનો ઉદ્ભવ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh