Advertisement
Author: નોબત સમાચાર

કેનેડામાં એમેઝોનમાંથી રૂપિયા ૧૮ કરોડ ઉપરાંતની ચોરીના આરોપસર બે મહિલા સહિત પ ગુજરાતી ઝડપાયા

૨,૫૦,૦૦૦ ડોલરથી વધુની કિંમતના ઈલેકટ્રીક સાધનો તથા ૫૦,૦૦૦ ડોલર જપ્તઃ

                                                                                                                                                                                                      

ડરહામ તા. ૧૮: ઓનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે આશરે ૨ મિલિયન (આશરે ૧૮.૫ કરોડ રૂપિયા)ની કિંમતની વસ્તુઓની ચોરી કરવા બદલ એજેકસના એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરના બે કર્મચારીઓ સહિત પાંચ લોકો સામે ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા હોવાનું ધ કેનેડિયન પ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે. આ તમામ પાંચ આરોપીઓ ગુજરાતી છે અને તેમાં ૨ મહિલાઓ પણ સામેલ છે.

ડરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં તેમણે ૭૮૯ સેલમ રોડ પર આવેલા ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા બે કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે એમેઝોનની લોસ પ્રિવેન્શન ટીમ (ચોરી અટકાવતી ટીમ) એ તેમનો સંપર્ક કર્યો હતો. એવો આરોપ હતો કે આ કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી થઈ રહેલી આ ચોરી માટે જવાબદાર હતાં.

પોલીસે જણાવ્યું હતું કે, તેમણે કુલ મળીને ૨૫૦,૦૦૦ ડોલરથી વધુની કિંમતના અત્યાધુનિક ઈલેકટ્રોનિકસ સાધનો અને ૫૦,૦૦૦ ડોલર જપ્ત કર્યા છે.

ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં સ્કારોબરોના ચાર અને ન્યૂમાર્કેટના એક વ્યકિતનો સમાવેશ થાય છે, જેમની ઉંમર ૨૮ થી ૩૬ વર્ષની વચ્ચે છે, તેઓના નામ જાન્વીબેન ધામેલિયા, યશ ધામેલિયા, મેહુલ બલદેવભાઈ પટેલ, આશિષકુમાર સવાણી અને બંસરી સવાણી જાહેર થયા છે. આ તમામ સામે ટ્રાફિકિંગ (ગેરકાયદેસર વેપાર)ના હેતુથી ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવાનો આરોપી મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, મેહુલ પટેલ અને આશિષકુમાર સવાણી છેતરપિંડી અને ચોરીના વધારાના આરોપો પણ મૂકવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આમાંથી કોઈપણ આરોપ અદાલતમાં સાબિત થયા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh