Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકાના ભ્રષ્ટાચારનો મુદ્દો પહોંચ્યો ગાંધીનગર
ખંભાળિયા તા. ર૭: ખંભાળિયા પાલિકામાં ત્રણ કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ફરિયાદ ખંભાળિયાના બ્રહ્મ સમાજ અગ્રણી તથા કોંગ્રેસ કાર્યકર કપિલભાઈ ત્રિવેદીએ રાજ્ય પાલિકા નિયામકને કરતા તેમણે આ બાબતની ગંભીરતા લઈને ત્રણેય મુદ્દાઓ અંગે રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા નિયામકને તપાસનો આદેશ કરતા ભારે ચર્ચા જાગી છે તથા ખંભાળિયા પાલિકાના ભ્રષ્ટાચારનો મુદ્દો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે તથા ત્યાંથી તપાસનો હુકમ થતા સ્થાનિક રાજકારણમાં પણ ભારે ચર્ચા જાગી છે.
કપિલભાઈ ત્રિવેદી દ્વારા ખંભાળિયા પાલિકા દ્વારા અઢી કરોડ રૂપિયાના ખર્ચે અપાયેલ ઘન કચરાના નિકાલમાં અનિયમિતતા, ચેકીંગનો અભાવ, રોજ ગરબડ થતી હોવા અંગે, ખંભાળિયા પાલિકા દ્વારા શહેરના જુદા જુદા સલાયા ગેટ દ્વારકા ગેટ, પોર ગેટ સહિતના જુના દરવાજાના કરોડોના કામોમાં નિયમ મુજબ કામો ના થયા હોય તથા આ કામોમાં પણ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ કરીે છે, તો પાલિકામાં થતા રોડ, રસ્તા તથા બાંધકામના કામોમાં રોયલ્ટી ખનિજચોરી અંગે પણ તપાસ અને પગલાં તથા આ ત્રણેય કામોમાં વિજિલન્સની તપાસની પણ માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial