Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા કાયદેસર અને બંધારણીયઃ સુપ્રિમ કોર્ટ

આ કામગીરી અલ્ટ્રા વાયર્સ નહીં હોવાનું ઠરાવી અદાલતે અરજદારોની દલીલો ફગાવીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૭: સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચને મતદાર યાદી સુધારણા અંગેની સત્તા હોવાનું ઠરાવી એસઆઈઆરની પ્રક્રિયાને બંધારણીય અને કાયદેસરની ગણાવીને અરજદારોની દલીલો ફગાવી દીધી છે.

સુપ્રિમ કોર્ટે બિહાર ચૂંટણી પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયાને કાયદેસર અને બંધારણીય ગણાવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહૃાું કે ચૂંટણી પંચને એસઆઈઆર માટે વિશેષ પ્રક્રિયા અપનાવવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે કહૃાું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને તેને નિષ્પક્ષ અને શુદ્ધ મતદાર યાદી સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. અદાલતે માન્યું કે વિશેષ સંજોગોમાં અલગ પ્રક્રિયા અપનાવવી બંધારણ અને કાયદાની વિરુદ્ધ નથી.

બિહારમાં આ પ્રક્રિયા શરૂ થયા પછી તેને પડકારવામાં આવી હતી. અરજદારોનું કહેવું હતું કે આ સામાન્ય સુધારા પ્રક્રિયાથી અલગ છે અને મતદારોના અધિકારોને અસર કરી શકે છે. જેના સંદર્ભે સુપ્રિમ કોર્ટે ઠેરવ્યુ કે ચૂંટણી પંચ પાસે બંધારણ અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ મતદાર યાદીનું વિશેષ સઘન પુનરાવર્તન (એસઆઈઆર) કરાવવાનો અધિકાર છે. એસઆઈઆરનો ઉદ્ેશ્ય બંધારણમાં સમાવિષ્ટ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના લક્ષ્ય સાથે સીધો જોડાયેલો છે. એસઆઈઆર દ્વારા પ્રાપ્ત થતો ઉદ્ેશ્ય બંધારણના સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના લક્ષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે, તે મુદ્ે અદાલત સંતુષ્ટ છે.

ઈસીઆઈ પાસે એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન્) કરવાની સત્તા અંગે અદાલતે કહ્યું કે એમ કહી શકાય નહીં કે ઈસીઆઈએ એસઆઈઆરનો ઉપયોગ કરીને તેની વૈધાનિક સત્તાઓની મર્યાદા બહાર જઈને કામ કર્યું છે. તેને અલ્ટ્રા વાયરસ પણ કહી શકાય નહીં, કારણ કે આ પ્રક્રિયા સામાન્ય રીતે અપનાવવામાં આવતી પ્રક્રિયાથી અલગ છે. વિવાદાસ્પદ એસઆઈઆરનો ઉદ્ેશ્ય કોઈ પ્રક્રિયાને અવરોધવાનો નથી, પરંતુ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓના બંધારણીય આદેશને સુરક્ષિત કરવાનો છે.

સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યુ કે એસઆઈઆર પ્રમાણસરતાના સિદ્ધાંતને પૂર્ણ કરે છે અને તે મનસ્વી નથી. તે મતદાર યાદીની ચોકસાઈ પુનઃસ્થાપિત કરવાના બંધારણીય ઉદ્ેશ્ય પર આધારિત હતો. ઈસીઆઈ દ્વારા અપનાવવામાં આવેલા ઉપાયોને કોઈપણ રીતે અપ્રમાણસર ગણી શકાય નહીં. એસઆઈઆર કાયદેસર રીતે માન્ય અને યોગ્ય છે તેથી તે જન પ્રતિનિધિત્વ અધિનિયમ (આરપી એકટ) નું ઉલ્લંઘન કરતું નથી.

અદાલતે એમ પણ કહ્યું કે ૧૧ દસ્તાવેજો પર વિચાર કર્યા પછી અને અમારા આદેશ દ્વારા આધાર કાર્ડનો સમાવેશ કર્યા પછી અમે આ દલીલ સ્વીકારી શકતા નથી કે ઈસીઆઈ દ્વારા અપેક્ષિત દસ્તાવેજોનો સમૂહ મનસ્વી છે. એ પણ વ્યવહારૂ નથી કે દસ્તાવેજોનું સત્યાપન કોઈપણ દિશા-નિર્દેશ વિના કરવામાં આવે.

અદાલતના આદેશ મુજબ જે લોકોના નામ હટાવી દેવામાં આવ્યા છે, ઈસીઆઈ એ ૪ અઠવાડિયાની અંદર નાગરિકતા સંબંધિત સક્ષમ અધિકારીને તેમનો કેસ મોકલવો પડશે. તે અધિકારીએ વિધાનસભા ચૂંટણીઓ અથવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેમને નોટિસ આપવી પડશે, તેમને પોતાની વાત રજૂ કરવાની તક આપવી પડશે અને તેમના દાવાઓ પર નિર્ણય કરવો પડશે. એકવાર જ્યારે તે નક્કી થઈ જાય કે તેઓ નાગરિક છે, તો તેમના નામ મતદાર યાદીઓમાં શામેલ કરવા જોઈએ.

અરજદારોમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, પીયુસીએલ જેવી સંસ્થાઓ ઉપરાંત વિરોધ પક્ષોના નેતાઓ મનોજ ઝા, યોગેન્દ્ર યાદવ, મહુઆ મોઇત્રા, કે સી વેણુગોપાલ, પપ્પુ યાદવ, આરજેડી સાંસદ સુધાકર સિંહનો સમાવેશ થાય છે.

અરજદારોએ અગાઉ બિહારમાં એસઆઈઆરની કાયદેસરતાને પડકારી હતી. કોર્ટે ત્યારે એસઆઈઆર પર રોક લગાવી ન હતી, પરંતુ કહૃાું હતું કે તે આગળ જતાં નક્કી કરશે કે ચૂંટણી પંચને એસઆઈઆર કરાવવાનો અધિકાર છે કે નહીં.

અરજદારો વતી હાજર રહેલા વકીલોએ દલીલ કરી હતી કે આ પ્રક્રિયા જે સમયે, રીતે અને મોટા પાયે ઘણાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં કરવામાં આવી હતી, તેનાથી મોટી સંખ્યામાં લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર થઈ ગયા. એસઆઈઆરના નામે, કોઈપણ કાનૂની અધિકાર વિના, ચૂંટણી પંચે નાગરિકતા તપાસ કરતી સંસ્થા તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

અરજદારોનું કહેવું હતું કે એસઆઈઆર દ્વારા ચૂંટણી પંચે પહેલાથી નોંધાયેલા મતદારો પર એ જવાબદારી નાખી દીધી કે તેઓ પોતાને દેશના નાગરિક સાબિત કરે. નાગરિકતા નક્કી કરવાનો અધિકાર સરકાર પાસે છે, ચૂંટણી પંચ પાસે નહીં.

જો કે, ચૂંટણી પંચે એસઆઈઆર નો બચાવ કરતા કહૃાું હતું કે ચૂંટણીની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવી એ તેની બંધારણીય જવાબદારી છે. મતદાર યાદીના સુધારા માટે એસઆઈઆર જરૂરી છે જેથી ફક્ત તે જ લોકો મતદાન કરી શકે જેઓ દેશના નાગરિક છે. પંચ વતી હાજર રહેલા વકીલોએ દલીલ કરી હતી કે પંચ ફક્ત ચૂંટણીના હેતુઓ માટે નાગરિકતાનું સત્યાપન કરી રહૃાું હતું. આ કવાયતનો હેતુ કાયદેસર રીતે કોઈની નાગરિકતા નક્કી કરવાનો નથી.

પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી આપતા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે કાનૂની પ્રશ્નનો નિર્ણય થશે કે શું ચૂંટણી પંચને આ પ્રકારનો અભ્યાસ કરાવવાનો અધિકાર છે. આ મામલે ચુકાદો આ વર્ષે ૨૯ જાન્યુઆરીએ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ટૂંકમાં અરજદારોની દલીલો ફગાવીને સુપ્રિમ કોર્ટે એસઆઈઆરની પ્રક્રિયા પર મહોર મારી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh