Advertisement
Author: નોબત સમાચાર

મસીતિયાના આસામી તેમજ એક મહિલાને ચેક પરત કેસમાં એક-એક વર્ષની કેદની સજા

રૂ।.૩-૩ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના મસીતિયાના એક આસામી તથા રામેશ્વરનગરના ક્રિષ્ના પાર્કમાં રહેતા એક મહિલા સામે બે આસામીએ રૂ।.૩-૩ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. બંને કેસમાં અદાલતે આરોપીઓને એક-એક વર્ષની કેદ ફટકારવા ઉપરાંત ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગરમાં નાગરપરા વિસ્તારમાં રહેતા ભાવિન વિજયભાઈ નાખવા પાસેથી રૂ।.૩ લાખ જામનગર નજીકના મસીતિયાના આબેદીન ઓસમાણ ખફીએ ઉછીના લઈ સ્ટેમ્પ પેપર પર બાહેંધરી કરાર લખી આપવા ઉપરાંત ચેક આપીને મેળવ્યા હતા. તે ચેક પરત ફર્યાની ભાવિન નાખવાએ ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી આબેદીન ઓસમાણભાઈ ખફીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યાે છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલી મધુરમ્ રેસીડેન્સીમાં વસવાટ કરતા વનરાજસિંહ છત્રસિંહ જાડેજા પાસેથી ક્રિષ્ના પાર્કમાં વસવાટ કરતા શારદાબેન શશીકાંત રાઠોડે રૂ।.૩ લાખ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની વનરાજસિંહે કરેલી ફરિયાદ ચાલી જતા અદાલતે મહિલા આરોપી શારદાબેન શશીકાંત રાઠોડને એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે. બંને કેસમાં ફરિયાદીઓ તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh