Advertisement
Author: નોબત સમાચાર

ગીરના જંગલમાં સિંહો સામે ગંભીર બીમારીનો ફરીથી ખતરો

સરકારનો વનવિભાગ સતર્કઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૨૭: (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા) વિશ્વમાં ભારતીય સિંહોના પ્રખ્યાત ગીરના જંગલમાં સિંહો સામે ફરી બીમારીનો ખતરો ઊભો થયો છે. ટૂંકા ગાળામાં આઠ જેટલા સિંહો અને સિંહ બાળના મૃત્યુ થયા છે. વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) અને બેવેસિયા જેવા જીવલેણ રોગચાળાથી મૃત્યુ થતાં વન વિભાગે સાવચેત થઈ સઘન બચાવ કામગીરી આરંભી દીધી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે ૨૦૧૮મા ૨૯ જેટલા સિંહોના મૃત્યુ થયા હતા.

એક સિંહોના નિષ્ણાતે જણાવ્યું છે કે સિંહના બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. બે બચ્ચાના મરણ નિમોનિયા અને ફેફસામાં પાણી ભરાઈ જવાથી થયા છે. બે સિંહોનું કુદરતી મૃત્યુ તથા એકનું લડાઈથી મૃત્યુ થયું છે.

મંત્રીએ જણાવ્યું છે કે પશુઓમાં ઈતરડી નામની જીવાતથી આ વાયરસ ફેલાય છે. નાકમાંથી પ્રવાહી નીકળવું, ખાંસી આવવી, શ્વાસ રૃંધાઈ જવો જેવા ચિહ્નો જણાતા નિષ્ણાત ડોક્ટરો સતત કાર્યરત થઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh