Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં આરટીઓના ચોવીસ અધિકારીઓને મળ્યુ પ્રમોશન

હાલારના બે અધિકરીઓને પણ મળી બઢતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: રાજ્યની જુદી જુદી આર.ટી.ઓ. કચેરીમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટરો અને આસી. ઈન્સ્પેક્ટરોને બઢતી આપવાના આદેશ થયા છે. જેમાં હાલારના પણ બે અધિકારીનો સમાવેશ થાય છે.

રાજ્યની ૧૬ આર.ટી.ઓ કચેરીમાંથી સાત ઈન્સ્પેક્ટરોને એ.આર.ટી.ઓ. અને ૧૭ આસી. ઈન્સ્પેક્ટરોને ઈન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે.

જામનગરના કૃણાલ કિશોર ઉપાધ્યાયને એ.આર.ટી.ઓ તરીકે બઢતી આપવામાં આવી છે, જો કે તેમને અહીં જામનગરમાં જ રાખવામાં આવ્યા છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની આર.ટી.ઓ કચેરીમાં ફરજ બજાવતા આસી. ઈન્સ્પેક્ટર રાજેશ મુનિયાને ઈન્સપેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે.

જો કે, હજુ અનેક અધિકારીઓ બઢતીથી વંચિત રહેતા ચણભણાટ શરૂ થયો છે, તેમજ કેટલાક અધિકારીઓ ચાર-પાંચ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા હોવાથી અને તેમની બદલી નહીં થતા અનેક તર્ક-વિતર્ક સેવાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh