Advertisement
Author: નોબત સમાચાર

ડેન્ટલ કોલેજના કર્મચારીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલેઃ ત્રણ ખાતા સ્થગિત

રૂ।.૧.૩૬ કરોડનો ઉચાપતનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરની ડેન્ટલ કોલેજના આઉટસોર્સના કર્મચારીએ રૂ।.૧ કરોડ ૩૬ લાખની રકમની ઉચાપત કર્યાની નોંધાયેલી ફરિયાદમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરાયો છે. આ શખ્સના ત્રણ બેંક ખાતા સ્થગિત કરાયા છે.

જામનગરની ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારી તરીકે છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવતા શોભિત ગર્ગ નામના કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિ દ્વારા કર્મચારીઓના પગાર તથા દર્દીઓની સારવારના ખર્ચ માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી રૂ।.૧ કરોડ ૩૬ લાખથી વધુની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધાની ફરિયાદ કરવામાં આવી હતી.

આ ગુન્હામાં પોલીસે આરોપી શોભિત ગર્ગને દબોચી લઈ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડની ગઈકાલે મુદ્દત પૂર્ણ થતાં આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે. આ આરોપીના ત્રણ બેંક ખાતા સ્થગિત કરાયા છે અને ચેકબુકો કબજે કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh