Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખતરનાક વાઈરસ અંગે ચેતવણી પછી
જામનગર તા. ર૭: આફ્રિકા ખંડમાં ઈબોલા વાઈરસ જીવલેણ ચેપજન્ય બિમારી છે. આ રોગના લક્ષણો ધરાવતા અમુક દર્દીઓ નોંધાતા સરકાર સતર્ક બની છે.
જામનગરમાં પણ આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે અને આગામી શુક્રવારે જરૂરી બેઠક યોજવામાં આવી છે.
ભારતમાં ઈબોલાને ફેલાતો અટકાવવા સરકારે અલગ-અલગ પ્રકારના પગલા લીધા છે. જે એરલાયન્સ આફ્રિકાના ઈબોલાના હોટઝોનથી લોકોને ભારત લાવી રહી છે, તેમને હવે સુનિશ્ચિત કરવું પડશે કે આવા યાત્રિકો ભારત પહોંચતા પહેલા સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરશે. સાથે જ હોટ સ્પોર્ટથી આવનાર યાત્રિકોને થયેલ સ્ક્રીનીંગ થશે. અમદાવાદમાં ૧૧ જેટલા શંકાસ્પદ દર્દીઓને અલગ રાખવામાં આવ્યા છે.
અચાનક તાવ આવવા, માથાનો દુઃખાવો થાય, શરીરમાં દુઃખાવો અને નબળાઈ રહે, ગળામાં દુઃખાવો, ઉલટી, અમુક કેસમાં રક્તસ્ત્રાવ થાય તે ઈબોલાના મુખ્ય લક્ષણો છે. આ ગંભીર રોગ છે એન યોગ્ય સમયસરની સારવારના અભાવે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ રોગ સામે સરકારી તંત્ર સતર્ક બન્યું છે. જામનગરમાં પણ સરકારી જી.જી. હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો. વિજય પાંભરની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં મેડિસીન વિભાગના હેડ તબીબો, સીડીએચઓ, એમઓએચ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, તબીબો જોડાશે અને જામનગરમાં શુ સાવચેતી રાખવી તે અંગે જરૂરી પગલાં લેવાશે. ખાસ કરીને જરૂર પડે તો જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર તથા દવાની સ્થિતિ સહિતના માટે ચર્ચા આયોજનો થનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial