Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સ્થળેથી દેશી દારૂ કબજે કરાયોઃ
જામનગર તા. ૨૭: ધ્રોલના લતીપર ગામ પાસેથી ગઈકાલે બપોરે પોલીસે એક શખ્સને ઈંગ્લીશ દારૂની ર૪ બોટલ સાથે પકડી પાડ્યો છે. આરોપીએ મોરબીના શખ્સનંુ નામ આપ્યું છે. લાલપુરના ડબાસંગમાં એક શખ્સના મકાનમાંથી દેશી દારૂ, આથો મળી આવ્યા છે. જ્યારે પીપળીમાં એક ઝૂંપડામાંથી આથો તથા બાફણીયું અને નળી કબજે કરાયા છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામથી પીઠડ તરફ જવાના રસ્તા પર ગઈકાલે બપોરે ધ્રોલ પોલીસ મથકના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એક વોકળા પાસેથી પસાર થતાં લતીપરના પંકિતભાઈ બાબુભાઈ દોમડીયા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લેતા આ શખ્સ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બે બ્રાંડની ર૪ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૨૩૭૬૦ની કિંમતની બોટલ કબજે કરી પંકિત દોમડીયાની પૂછપરછ કરતા તેણે આ બોટલ મોરબીના રાજ વિજયભાઈ રંગાણી પાસેથી મેળવ્યાની કબૂલાત કરી છે.
લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં ધનપાલ લગધીર સુમેત નામના શખ્સના મકાનમાંથી પોલીસે દેશી દારૂ તથા આથો કબજે લીધા છે. જ્યારે પીપળીના ચારણનેસમાં પુના ખીમસુર ગુજરીયાના મકાનમાંથી પણ આથો તથા ભઠ્ઠીના કેટલાક સાધન મળી આવ્યા હતા. બંને આરોપીની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial