Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત એટીએસ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એસઓજીએ શંકાસ્પદ જહાજને આંતરીને ચકાસતા
ગાંધીનગર તા. ર૭: ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી ૧૦૦૦ કરોડથી વધુ કિંમતનું ૧૧પ કિલો કોકેઈન પકડાયું છે. ગુજરાત એ.ટી.એસ., ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને સ્થાનિક એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં આ જથ્થો પકડાયો છે.
ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્ત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓ સર્જિકલ સ્ટ્રઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઈનપુટના આધારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ભારતીય કોસ્ટગાર્ડ સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સંયુક્ત રીતે કચ્છના દરિયામાં એક શંકાસ્પદ જહાજને આંતર્યું હતું.
આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે રૂ।. ૧૦૦૦ કરોડથી વધુ કિંમતનું ૧૧પ કિલો કોકેઈન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ કોકેઈન અનેક બેગમાં ભરેલું હતું અને તેને દિલ્હી મોકલવાનું હતું. અમને પહેલાથી આ મામલે મોટો જથ્થો સપ્લાય થઈ રહ્યો હોવાની જાણકારી મળી હતી.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પકડાયેલો આ નશીલા પદાર્થોનો મોટો જથ્થો યુરોપના દેશોમાંથી વાયા સમુદ્ર માર્ગે ભારત તરફ લાવવામાં આવી રહ્યો હતો. આ ડ્રગ્સ સિન્ડિકેટ પાછળ ક્યા વૈશ્વિક માફિયાઓ સક્રિય છે, તેમજ આ જથ્થો ભારતમાં કોને ડિલિવર કરવાનો હતો અને સ્થાનિક સ્તરે આ નેટવર્કના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત એટીએસ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને કચ્છ એસઓજી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બપોરે પ્રેસ કોન્ફરન્સ
ઓપરેશન દરમિયાન જહાજ પર સવાર કેટલાક શકમંદ શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ શખ્સોની હાલ કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ મંગાવાયેલા જથ્થાના અસલી માસ્ટરમાઈન્ડ સુધી પહોંચી શકાય. આ ચકચારી કેસ અને ઓપરેશનની ટેકનિકલ વિગતો આપવા માટ ગુજરાત એટીએસ દ્વારા આજે બપોરે એક હાઈ-લેવલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેમાં ડ્રગ્સના ચોક્કસ વજન અને પકડાયેલા તસ્કરોની ઓળખ અંગે મોટા ખુલાસા થઈ શકે છે.
નાયબ મુખ્યમંત્રીનું ટ્વિટ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને રૂ।. ૧૦૦૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવા બદલ ત્રણેય એજન્સીઓને અભિનંદન આપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial