Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેંગરેપના આરોપોમાંથી મુક્તિ, પરંતુ અન્ય ગંભીર આરોપો પૂરવાર થયા છેઃ અદાલત
જયપુર તા. ૨૭: રાજસ્થાન હાઈકોર્ટે સગીર વયના બળાત્કાર કેસમાં આસારામની આજીવન કેદની સજા યથાવત રાખી છે. જોધપુર બેન્ચની ડિવિઝન બેન્ચે આસારામ સહિત ત્રણ આરોપીએની અપીલ ચર ચૂકાદો આપતા તેમને ગેંગરેપના આરોપમાંથી મુક્ત કર્યા છે, પરંતુ બાકીના આરોપો પર તેમની સજા યથાવત રાખી છે અને શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપ્યો છે.
રાજસ્થાનના સગીર વયના બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને મોટી રાહત આપવાનો ઈનકાર કરતા તેમની આજીવન કેદની સજા યથાવત રાખી છે. કોર્ટે તેમને ગેંગરેપના આરોપમાંથી મુક્ત કર્યા, જ્યારે અન્ય ગંભીર આરોપો પર તેમની સજા યથાવત રાખવામાં આવી છે. તેમને શરણાગતિ સ્વીકારવા નો પણ આદેશ આપવામાં આવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચના જસ્ટિસ અરૂણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્રકુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે આસારામ સહિત ત્રણ આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સગીર વયના બળાત્કાર માટે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજામાં કોઈ ફેરફાર થશે નહીં. સુનાવણી દરમ્યાન કોર્ટે ગેંગરેપના આરોપો પર વિચાર કર્યો અને આસારામ બાપુને તે ચોક્કસ આરોપો માંથી રાહત આપી. કોર્ટે જણાવ્યું કે ઉપલબ્ધ પુરાવા ગેંગરેપના આરોપ હેઠળ દોષિત સાબિત થયા નથી, પરંતુ અન્ય આરોપો પૂરતા પ્રમાણમાં સાબિત થયા છે. તેથી, તેમની બાકીની સજા યથાવત રાખવામાં આવી છે. આ કેસમાં સહ-આરોપી શિલ્પી અને શરતચંદ્રની અપીલ પર પણ અદાલતે ચુકાદો આપ્યો છે. બંને આરોપીઓને તેમની સજામાં આંશિક રાહત આપવામાં આવી છે. કોર્ટે તેમની સામેના કેટલાક આરોપોમાં રાહત આપી છે. જ્યારે અન્ય આરોપો પર આદેશને જાળવી રાખ્યો છે.
નોંધનીય છે કે ૨૦૧૩મા જોધપુરમાં દાખલ કરાયેલા આ ખૂબ જ પ્રસિદ્ધ કેસમાં આસારામ બાપુએ આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમના આશ્રમમાં એક સગીર વિદ્યાર્થી પર બળાત્કાર કર્યો હતો. કેસની તપાસ કર્યા પછી, પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી, અને લાંબી ટ્રાયલ પછી એક ખાસ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા અને ૨૦૧૮મા તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, હાલમાં પેરોલ પર બહાર છે, પરંતુ હવે તેઓએ શરણાગતિ સ્વીકારવી પડશે. આ ચુકાદા સામે આસારામના વકીલો સુપ્રિમકોર્ટમાં અપીલ કરે, તો પણ સ્ટે ન મળે તેવા સંજોગોમાં ફરીથી જેલમાં રહેવું પડી શકે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial