Advertisement
Author: નોબત સમાચાર

સમર્પણ રોડ પર ઓવરબ્રિજ પરથી છકડામાં લઈ જવાતો દેશી દારૂ કબજે

સાડા ત્રણસો લીટર દારૂ, છકડો ઝબ્બે લેવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના સમર્પણ સર્કલ તરફ જવાના ઓવરબ્રિજ પર એક છકડામાંથી પોલીસે ૩૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યાે છે. એક શખ્સની ધરપકડ કરાઈ છે.

જામનગરના દિગ્જામ સર્કલથી સમર્પણ હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર આવેલા ઓવરબ્રિજ પર ગઈકાલે સિટી સી ડિવિઝનના સ્ટાફ દ્વારા પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે ઓવરબ્રિજ પરથી જીજે-૩-બીટી ૧૯૧૬ નંબરનો છકડો પસાર થયો હતો. આ છકડાને શકના આધારે રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી ૩૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, રૂ।.૩૦ હજારનો છકડો કબજે કરી તેના ચાલક દરેડમાં ઘઉંના ગોડાઉન પાસે રહેતા સુનિલ વિક્રમભાઈ પરમારની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh