Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયદો વ્યવસ્થા, શાંતિ-સલામતિના હેતુસર
ખંભાળીયા તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો, વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ કોઈ પણ પ્રકારના શારીરિક ઈજા કરી શકાય તેવા શસ્ત્રો, ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો જઈ જવા પર, મનુષ્ય અથવા તેના શબ કે અન્ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા અને ટોળામાં ફરવા પર, પથ્થરો કે ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અને ફેંકવા કે ધકેલવાના યંત્રોની હેરફેર પર પ્રતિબંધ લગાવાયો છે. આ પ્રતિબંધો નિયામાનુસાર પરવાનગી ધરાવનારા વ્યક્તિઓને લાગુ પડશે નહીં.
આ જાહેરનામું દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં તા. ૨૩-૭-૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial