Advertisement
Author: નોબત સમાચાર

આર્ટ ઓફ લિવીંગના ૪૫ વર્ષ પૂર્ણ થતા જામનગરમાં ૮૦૦ લોકોને ભોજન

શ્રી શ્રી રવિશંકર મહારાજના ૭૦મા જન્મદિન અને

                                                                                                                                                                                                      

વિશ્વ પ્રસિદ્ધ આર્ટ ઓફ લિવીંગ સંસ્થાના પ્રણેતા અને સ્થાપક ગુરૂશ્રી શ્રી શ્રી રવિશંકરજીના ૭૦મા જન્મદિવસ અને આર્ટ ઓફ લિવીંગ સંસ્થાની સ્થાપનાના ૪૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીરૂપે સમગ્ર વિશ્વ અને દેશમાં અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારેે જામનગરના પ્રતિમાબેન જોગીનભાઈ જોષીના સહયોગથી જામનગરની રોગવિમોચન શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૮૦૦થી વધુ લોકોને ફ્રી ભોજન તેમજ ૧૦૦૦થી વધુ લોકોને છાસ વિતરણ કરવામાં આવી છે. આ સમયે ગુલાબ કુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી, ઈટ્રાના ડે. ડાયરેકટર વર્ષાબેન સોલંકી, વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, આર્ટ ઓફ લિવીંગના ટીચર જયેશ જોશી, મધુસુદન વ્યાસ, દિલીપસિંહ વાળા, ડો. ભૂમિત વ્યાસ, જયદેવ જોશી, ભૌનિક ત્રિવેદી તથા ગંગામાતા ટ્રસ્ટના ચંદ્રેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સેવાકાર્યના દાતા ડો. જોગીનભાઈ જોશીએ આભારદર્શન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh