Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સામાજિક- શૈક્ષણિક સેવાકીય કાર્યો કરતા
જામનગર તા. ૨૭: જામનગર શહેરમાં સામાજિક તેમજ શૈક્ષણીક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ - ૨૦૨૬ માં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ (કોમર્સ/આટર્સ) નું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું છે. આ પરિણામમાં ૭૫ પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવીને ઉત્તીર્ણ થયા છે તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ મુજબ સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ માટે જામનગર શહેરના ધો. ૧૦ તેમજ ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહ (કોમર્સ / આટર્સ) ના વિદ્યાર્થીઓ કે જેમણે ૭૫ પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ તેમજ એક પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ત્રણબત્તી પાસે આવેલા શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલય (ઝુલેલાલ મંદિરની સામે) તા.૨૮-૦૫-૨૦૨૬ થી તા. ૧૫-૦૬-૨૦૨૬ સુધીમાં સવારના ૧૦-૦૦ થી ૧-૦૦ સુધી અને સાંજે ૪-૦૦ થી ૮-૦૦ સુધીમાં ફોર્મ મેળવી લઈને જરૂરી વિગતો ભરીને પરત કરવાનું રહેશે. તેમજ વિધાર્થી સન્માન સમારોહની તારીખ, સમય અને સ્થળ નકકી થયે જે વિધાર્થીઓએ ફોર્મ ભરેલ હશે તેઓને જાણ કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા ટ્રસ્ટી જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ)ની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial