Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧ જુનથી ૩૧ જુલાઈ સુધી જાહેરનામું:
જામનગર તા. ૨૭: આગામી ચોમાસાની ઋતુ દરમિયાન તોફાની દરિયા અને પ્રતિકૂળ હવામાનને કારણે માછીમારોની સુરક્ષા તેમજ જાનમાલનું જોખમ અટકાવવા માટે જામનગર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક એરિયામાંથી માછીમારી કરવા જવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અન્વયે આગામી તા. ૦૧-૦૬-૨૬ થી તા. ૩૧-૦૭-૨૬ બંને દિવસો સહિતના સમયગાળા દરમિયાન કોઈપણ માછીમાર કે અન્ય વ્યક્તિઓએ માછીમારીના હેતુસર કે અન્ય કોઈ કારણોસર સમુદ્ર અથવા ક્રીક વિસ્તારમાં જવું નહીં તેમજ કોઈપણ પ્રકારની બોટની અવરજવર કરવી નહીં.
સામાન્ય રીતે દર વર્ષે જૂન માસથી ચોમાસાના પ્રારંભ સાથે દરિયો તોફાની બનતો હોય છે, જેના કારણે વાવાઝોડા, ભારે વરસાદ કે ભારે પવનની સ્થિતિમાં સમુદ્રમાં ગયેલા માછીમારોને સમયસર હવામાન અંગેની ચેતવણી કે કટોકટીના સંદેશા પહોંચાડવા અત્યંત મુશ્કેલ બને છે. મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આવી જોખમી સિઝનમાં માછીમારીની પરવાનગી આપવામાં આવતી નથી, છતાં અનઅધિકૃત રીતે દરિયામાં જવાના કારણે જાનનું જોખમ ઊભું થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. આ પરિસ્થિતિને ધ્યાને લઈ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગર દ્વારા મળેલ દરખાસ્તના આધારે આ મનાઈહુકમ જારી કરાયો છે.
આ જાહેરનામામાંથી પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજો, લશ્કરી દળો, અર્ધલશ્કરી દળો, પોલીસ દળો અને ગુજરાત મેરિટાઈમ બોર્ડની બોટો તેમજ સક્ષમ અધિકારી દ્વારા અવરજવર માટે અધિકૃત કરાયેલી પેસેન્જર બોટો, નોન-મોટરાઈઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન-યાંત્રિક એક લાકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial