Advertisement
Author: નોબત સમાચાર

બાગાયતી પાકો તથા મધમાખી ઉછેરને લગતા વિવિધ ઘટકો માટેની સહાય યોજનાનો લાભ

જામનગર જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ જામનગર જિલ્લાના તમામ ખેડૂતો ચાલુ વર્ષે : ૨૦૨૫-૨૬માં બાગાયત વિભાગના વિવિધ ઘટકો જેવા કે કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ અંતર્ગત મીની ટ્ર્ેકટર, રોટાવેટર, કલ્ટીવેટર, ટ્ર્ેકટર ટ્રોલી, પાણી ટેન્કર તેમજ પોલીહાઉસ/નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ, શાકભાજી અને ફુલ પાકોના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે,વિવિધ બાગાયતી પાકોના વાવેતર માટેના સહાય કાર્યક્રમ જેવા કે ફળ પાકો (વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, અનાનસ (ટીસ્યુ), સ્ટ્રોબેરી, હાઈબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, ફૂલ પાકોની ખેતી, ઔષધીય અને સુગંધીત પાકોની ખેતી, પ્લાન્ટેશન અને મસાલા પાકો (રાઈઝોમેટીક અને બલ્બસ મસાલા પાક)ની ખેતી તેમજ મધમાખી ઉછેરને લગતા વિવિધ ઘટકો માટેની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે.

સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ તા. ૩૧-૫-૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ મેળવવા માંગતા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ અસલ બિલ ફાઈલ જમા કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત સામેલ કચેરીના સરનામે (નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં.૪૮, સુભાષ પુલ પાસે, જામનગર. ફોન નં. (૦૨૮૮)૨૫૭૧૫૬૫)માં જમા કરવાવાનું રહેશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh