Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વંદે ભારત ટ્રેનને સ્ટોપ આપવા માંગણી સાથે
ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઓખા-વીરમગામ લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
ઓખા-વીરમગામ ઈન નં. પ૯પ૦૪ તથા પ૯પ૦૩ ર૦૧૮ ની ઈલેક્ટ્રીફિકેશનના સંદર્ભમાં બંધ કરવામાં આવી હતી. આ ટ્રેન, જે કારણના સંદર્ભમાં બંધ થઈ હતી તે ઈલેક્ટ્રીફિકેશનનું કામ બે વૃષથી પૂર્ણ થઈ ગયું છે, તથા હાલ ઈલેક્ટ્રીક ટ્રેઈનો ચાલુ થઈ ગઈ છે, પણ આ સંદર્ભે બંધ થયેલી આ ટ્રેઈન ચાલુ થઈ નથી.
આ લોકલ ટ્રેઈન અત્યંત મામુલી ભાડામાં એટલે કે સ્ટેશનથી ઘેર રિક્ષા લઈને જાય તો વધુ પૈસા પડે, તેટલા ઓછા ભાડામાં ખંભાળિયાથી રાજકોટ પહોંચાડતી હતી, તથા ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા અને જામનગર વચ્ચે મુસાફરી કરતા હજારો લોકોને, વેપારીઓને સામાજિક કારણોસર જનાર નાગરિકોને ખૂબ ફાયદાકારક હતી જેથી સસ્તી અને સમય-નાણા બચાવનાર આ ટ્રેઈનને પુનઃ ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાંથી નીકળતી હોવા છતાં વંદે ભારત ટ્રેઈન કે જે ભારતની વિશેષ ટ્રેઈન છે. તેને અહીં સ્ટોપ નથી અપાયું, જેથી તાકીદે વંદે ભારત ટ્રેઈનને સ્ટોપ આપવાની પણ માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial